(સંવાદદાતા દ્વારા) મોડાસા,તા.૧૦
મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાનાં બાંઠીવાડા ગામે ગામેળું તળાવ ઉડું કરાવવાનાં કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ ચારિયા નદી/કોતરને પુરઃ જીવીત કરવામાં કાર્યનો પણ શુભારંભ કરાવ્યો હતો.
તેમણે જણાવ્યું કે ચોમાસામાં પડનાર વરસાદનું ટીપે-ટીંપુ થાય તેવું જળ અભિયાન લોકોના સાથ અને સહકારથી ઉપાડ્યું છે.
પીવાના પાણી અને સિંચાઈ માટે ભૂતકાળમાં ખૂબ વલખા માર્યા છે. પરંતુ સમગ્ર મે મહિનો ચાલનારા જળ સંરક્ષણ અભિયાન દ્વારા પાણીની તંગીને ભૂતકાળ બનાવવી છે.
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે જળ સંરક્ષણનું આ અભિયાન વિરાટ કાર્ય છે. જેને લોકોના તન મન-ધનનાં સહકારથી ૧૧૦૦૦ લાખ ધનફુટ પાણીનાં સંગ્રહ કરવાનું પાણીદાર આયોજન ગુજરાતે કર્યુ છે અને તેના દ્વારા ગુજરાતની હયાત પાણીની સંગ્રહ ક્ષમતા દોઢી કરવી છે.
તેમણે કહ્યું કે આ અભિયાનથી ગુજરાતના ૧૩ હજાર તળાવો ઉડાં કરાશે ૩ર નદીઓને પુનઃ જીવન કરાશે તેમજ પપ૦૦ કિલોમીટરની કેનાલોની સાફ સફાઈ કરવામાં આવશે. આ ઉપરાંત ૩૩ હજાર એરવાલ્વમાંથી ટપકાતાં પાણીને બંધ કરવામાં આવશે.
પ્રભારીમંત્રી રમણભાઈ પાટકરે જણાવ્યું કે જીવનમાં ત્રણ વસ્તુ અગત્યની છે. પાણી આબોહવા અને ખોરાક પરંતુ આ ત્રણમાં અગત્યનું પાણી છે.
અરવલ્લી કલેક્ટર એમ.નાગરાજનએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. જળ અભિયાનમાં અરવલ્લી જિલ્લા ખાતેના કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ રાઠોડ, વીભાનસભાના પૂર્વ અધ્યક્ષ રમપલાલ વોરા, પૂર્વ ધારાસભ્ય ભીખીબેન, પ્રભારી સચિવ આર.એમ.જાદવ જિલ્લા વિકાસ અધિકારી હર્ષિત ગોસાઈ, સરપંચ રૂમાલસિંહ ઉપસ્થિત રહ્યા હતા.