(એજન્સી) પટના, તા.૧૧
રાંચી હાઈકોર્ટે લાલુ પ્રસાદ યાદવને મેડિકલ ગ્રાઉન્ડ પર વધુ ૬ અઠવાડિયાના જામીન મંજૂર કર્યા છે. અગાઉ કોર્ટે લાલુ યાદવને તેમના પુત્રના લગ્ન માટે ૩ દિવસના જામીન મંજૂર કર્યા હતા. ત્યારબાદ મેડિકલ ગ્રાઉન્ડ પર વધુ ૬ અઠવાડિયાના જામીન મંજૂર કર્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ સુપ્રિમો લાલુ યાદવ બિહારમાં ઘાસચારા કાંડમાં દોષિત ઠર્યા હતા. ત્યારબાદ રાંચીની જેલમાં સજા કાપી રહ્યા છે. તેમને રાંચીની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. લાલુપ્રસાદ યાદવનો મોટા પુત્ર તેજપ્રતાપ યાદવના ૧ર મેના રોજ લગ્ન છે. તેજપ્રતાપ રાજદ ધારાસભ્ય ચંદ્રીકા રાયની પુત્રી સાથે યોજાનાર છે. લાલુપ્રસાદ યાદવ પટના આવી પહોંચ્યા હતા. ૧૦ સરક્યુલર રોડ ખાતે રાબડી દેવીને બંગલો ફાળવાયો છે. લગ્નમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, રાજ્યપાલ સત્યપાલ મલિક, નીતિશકુમાર, સુશીલકુમાર મોદી, પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાજેન્દ્ર મેનન, યોગગુરૂ બાબા રામદેવ જેવી મોટી હસ્તીઓને આમંત્રણ અપાયા છે.