જામનગર, તા. ૧૧
જામનગરમાં જાણીતા વકીલ કિરીટ જોશીની કરૂણ હત્યા જાહેર માર્ગમાં કરવામાં આવી હતી. આ હત્યાના આરોપીને પોલીસ શોધી રહી છે. ત્યારે હત્યારાનો સ્કેચ પોલીસ દ્રારા તૈયાર કરવામાં આવ્યો છે. જેને સામાન્ય જનતા માટે જાહેર કરવામાં આવ્યો છે.
સ્થાનિક પોલીસે આ મામલે કહ્યું છે કે આવા કોઈ શંકાસ્પદ ઇસમની જાણકારી મળે તો પોલીસને આપવા માટેના મોબાઈલ નંબર જાહેર કરેલા છે. જેમાં એસપીના ૯૯૭૯૪૦૮૧૯૧ તેમજ એલસીબીપીઆઈ ૯૯૦૯૯૭૭૨૭૭ તેમજ એસઓજી પીઆઈ ૯૯૦૯૯૧૦૦૦૭ ને માહિતી આપી શકાશે. માહિતી આપનારને પોલીસ તરફથી રૂ.૫૦ હજારનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.