(એજન્સી) તા.૧૧
મેંગ્લુરુ કર્ણાટકનું એક સૌથી સમૃદ્ધ શહેર છે પરંતુ છેલ્લા કેટલાક દાયકાથી મેંગ્લુરુ અને આસપાસના વિસ્તારોએ રાજકીય હત્યાઓ, કોમી રમખાણો, જમણેરી પાંખના વિજીલન્ટ ગ્રુપ દ્વારા મોરલ પોલિસીંગ અને સંઘ પરિવારના નેતૃત્વ હેઠળ લવજેહાદની ઝુંબેશ જેવી વિવિધ ઘટનાઓને કારણે સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું છે. હિંદુત્વનો ક્રમશઃ વિકાસ અને પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા જેવા મુસ્લિમ જૂથો દ્વારા તેને ઉગ્રવાદી પ્રતિસાદ દ્વારા પ્રદેશની સ્થિરતાની ગાડી ઊથલી પડી છે. દ.કન્નડ જિલ્લાની ટૂંકી યાત્રા દર્શાવે છે કે લોકોની રાજકીય પસંદગીમાં હવે વિકાસકીય ચિંતાના બદલે કોમવાદી મુદ્દાઓ હાવી થઇ ગયા છે. આ પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેંગ્લુરુ ખાતે પોતાના ચૂંટણી ભાષણમાં વિકાસનો એજન્ડા એક બાજુ મૂકીને એક હિંદુ ધાર્મિક પ્રતીક પર ધ્યાન કેન્દ્રીત કરવાનું પસંદ કર્યુ હતું. તેમણે હાલ વાઇરલ બનેલ ભગવાન હનુમાનની છબીનું સર્જન કરનાર કરન આચાર્યની પ્રશંસા કરી હતી. એન્ગ્રી હનુમાનની ઇમેજ હવે સ્માર્ટ ફોન પર, કારના કાચ પર, ટી-શર્ટ, પોસ્ટરો તેમજ સંઘ પરિવારની પ્રચાર સામગ્રીમાં જોવા મળે છે. આ ઇમેજ દેશમાં એક વધુ ધ્રુવીકરણ પરિબળમાં ફેરવાઇ ગઇ છે. હિંદુની મર્દાનગીના પ્રતિકરુપે હનુમાનનું ચિત્રણ નારીવાદીઓ અને સિવિલ સોસાયટીના કર્મશીલોએ વખોડી કાઢ્યું છે. આમ મોદીના આશીર્વાદ સાથે તટીય કર્ણાટકમાં ભાજપના કોમવાદી એજન્ડાને જોશ અને જોમ પ્રાપ્ત થયું છે. રાજ્યકક્ષાના ભાજપના નેતાઓ અને આદિત્યનાથ જેવા કેન્દ્રીય નેતાઓએ જેહાદીઓનું રક્ષણ કરવા માટે સિદ્ધારમૈયા સરકાર પર પ્રહારો કરવા એક પત્રનો ઉપયોગ કર્યો છે. ગઇ સાલ જુલાઇમાં ઉડુપી-ચિકમંગ્લુરના ભાજપના સાંસદ શોભા કરાંદજેએ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે લખેલા પત્રમાં જ્યારે એવું જણાવ્યું કે ૨૦૧૪થી જેહાદી તત્વો દ્વારા ભાજપ-ઇજીજીના ૨૩ કાર્યકરોની હત્યા કરવામાં આવી હતી કે જેમાંના મોટા ભાગના તટીય કર્ણાટક જિલ્લાના રહેવાસીઓ હતા ત્યારે વિવાદ છેડાયો હતો.