નવી દિલ્હી, તા.૧૧
ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત કોચ જસ્ટીન લેન્ગરે એક વિવાદિત નિવેદન આપ્યું છે. લેન્ગરે એક કાર્યક્રમ દરમ્યાન બેનક્રોફ્ટના સંદર્ભમાં બોલતા કહ્યું કે જો ટીમના સિનીયર બોલ ટેમ્પરીંગ માટે કહે તો હું પણ તેનાથી ઈન્કાર નહીં કરૂં લેન્ગરે કહ્યું કે મે ૧૯૯૩માં વેસ્ટઈન્ડીઝ વિરૂદ્ધ એડીલેડમાં બોર્ડરના નેતૃત્વમાં પોતાનું ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું તે દરમ્યાન જો બોર્ડર તેને આવુ કરવા માટે કહેતા તો તે ખચકાયા વિના આ કામ કરતા જો કે તેમણે એમ પણ કહ્યું કે તે યુગમાં ન તો કપ્તાન બોર્ડર અને ના તો કોચ બોલ સિમ્પસન બોલ ટેમ્પરીંગના વિચારનું સમર્થન કરતા પણ ફરક એ છે કે બોર્ડર મને આવુ કરવા માટે ક્યારેય કહેતા નહીં અને બોલ સિમ્પસન તો મને મારી નાંખત. લેન્ગરે કહ્યું કે તમે પોતાના સાથીઓના કારણે જ સારા માણસ અને સારા ખેલાડી બનો છો. આ દરેક ખેલાડીની જવાબદારી છે કે તે ટેસ્ટ ક્રિકેટમાં યોગ્ય વ્યવહાર કરે.
5