(એજન્સી) શ્રીનગર, તા.૧૧
કાશ્મીરમાં આ વર્ષ દરમિયાન આર્મી, અર્ધલશ્કરી દળો અને પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ બળવાખોર વિરોધી કાર્યવાહી (એન્કાઉન્ટર્સ)માં ૪૯ ઉગ્રવાદીઓ અને ૩૦ નાગરિકો માર્યા ગયા છે. માર્યા ગયેલા ઉગ્રવાદીઓમાં પાકિસ્તાની નાગરિક સમજીને એક વિદેશી અને એક તેલંગાણાના નાગરિકનો સમાવેશ થાય છે. દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં મોટી સંખ્યામાં ઉગ્રવાદીઓ મરાયા હતા. બડગામ જિલ્લાના ચંદુરા સ્થિત ઝુહાના ગામમાં ૮મી જાન્યુઆરીના રોજ પ્રથમ એન્કાઉન્ટર થયું હતું. કોકર્નાગના લારનુ ગામમાં અન્ય એક અથડામણ થઈ જે આશરે ૪ કલાક સુધી ચાલી હતી અને તેમાં એક ઉગ્રવાદી ફુરકાન વાનીની હત્યા થઈ હતી. આ હત્યાને પગલે દક્ષિણ કાશ્મીરમાં મોટા દેખાવો થયા હતા. આ દેખાવો દરમિયાન આર્મી લશ્કર તરફથી થયેલ ગોળીબારમાં ખાલીદ અહમદ ડાર નામના સ્થાનિકની હત્યા થઈ હતી. શોપિયાં જિલ્લાના બતમરરન ગામમાં ૧૬ જાન્યુઆરીના રોજ થયેલ ઉગ્રવાદી વિરોધી દેખાવો દરમિયાન ઘાયલ થયેલ નાગરિકનું મોત નિપજ્યું હતું જેની મૂલુ ચિત્રરંગમમાં મુહમ્મદ ઐયુબ ભટ્ટ તરીકે ઓળખાણ થઈ હતી. બતમુરરન ગામમાં થયેલ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મુહમ્મદના બે ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા જ્યારે તેના સમર્થનમાં યોજાયેલ દેખાવ દરમિયાન સરકારી દળો દ્વારા રૂબી જાન નામની સ્થાનિક મહિલાની હત્યા થઈ હતી. આ જ રીતે ર૪ જાન્યુઆરીના રોજ સરકારી દળો દ્વારા શોપિયાંના ચામગુંદમાં કરવામાં આવેલ ગોળીબારમાં બે ઉગ્રવાદીઓ સમીર અહેમદ વાની અને ફિરદોશ અહેમદ તેમજ શાકીર અહેમદ મીર નામના નાગરિકની હત્યા થઈ હતી. દક્ષિણ કાશ્મીરમાં ગનવપોરાના પટ્ટામાં ર૭ જાન્યુઆરીએ ચાયગુંદમાં ત્રણ દિવસ અગાઉ માર્યા ગયેલ ઉગ્રવાદી ફિરદોશ અહેમદનું શબ મળી આવ્યું હતું. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર સ્થાનિકોએ ઉગ્રવાદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરતાં ભારતીય સૈન્ય ઘટના સ્થળે પહોંચી ગયું અને ખુલ્લો ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બે નાગરિકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય દેખાવકારો ઘાયલ થયા હતા. પ્રકાશે ૧ ફેબ્રુઆરીના રોજ થયેલ ગોળીબારમાં મુશર્રફ ફૈયાઝ નામનો નાગરિક ગંભીર ઈજાઓને પગલે મૃત્યુ પામ્યો હતો. ૧૩ ફેબ્રુઆરીના રોજ કરનનગર ખાતેના કેન્દ્ર પ્રતિબંધિત પોલીસ દળમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરી રહેલ લશ્કરે તૈયબાના ઉગ્રવાદીઓ ઠાર મરાયા હતા. ૪થી માર્ચના રોજ સરકારી દળો દ્વારા પહેલુ ગામમાં ૩ નાગરિકો અને ર ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. અનંતનાગ જિલ્લાના હકુરા ગામમાં ૧ર માર્ચના રોજ ૩ ઉગ્રવાદી તૌફીક, ઈશા ફાજલી અને ઓવૈશ અહમદની હત્યા થઈ હતી. શ્રીનગર શહેરના બાહ્ય ખોનમોહમાં ૧૬ માર્ચે થયેલ ગોળીબારમાં ત્રણ ઉગ્રવાદી માર્યા ગયા હતા. ર૧ માર્ચના રોજ ઉત્તર કાશ્મીરના કૂપવાડા જિલ્લાના હેલમેટપુરામાં ઉગ્રવાદીઓને પાકિસ્તાની સમજીને પાંચ વિદેશીઓ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. હેલમેટપુરામાં ૪૮ કલાક જેટલો લાંબા સમય સુધી ગોળીબાર ચાલુ રહ્યો હતો. ર૦ માર્ચના રોજ શરૂ થયેલ ગોળીબારના પ્રથમ દિવસે ત્રણ ઉગ્રવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા જ્યારે બે ઉગ્રવાદી બુધવારના રોજ માર્યા ગયા હતા. માર્યા ગયેલ પાંચેય ઉગ્રવાદીઓ રંગવાડ ચોકીબાલમાં આરામ કરી રહ્યા હતા જે એન્કાઉન્ટર સાઈટથી ૬૦ કિ.મી. દૂર આવેલ છે. આમ ૮ જાન્યુઆરીથી ૬ મે સુધી ૩૦ નાગરિકોની હત્યા થઈ હતી.