National

કર્ણાટકમાં ભારે સુરક્ષા વચ્ચે આજે મતદાન

(એજન્સી) બેંગલુરુ, તા. ૧૧
કર્ણાટક વિધાનસભાની હાઇવોલ્ટેજ અને હાઇ પ્રોફાઇલ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યા બાદ હવે આવતીકાલે શનિવારે ૧૨મી મે ના રોજ રાજ્યના ૪.૯૬ કરોડ મતદાતાઓ રાજ્યની ૨૨૪ સીટ માટે ચૂંટણીમાં ઝંપ લાવેલા કુલ ૨૬૫૫ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરશે. સમગ્ર રાજ્યમાં મતદાન દરમિયા કોઇ પણ અનિચ્છનીય ઘટના નહીં સર્જાય તેના માટે ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાજપે ૧૩૦ સીટ જીતવાનો દાવો કર્યો છે તો કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી મળવાની અને રાજ્યમાં ફરી પોતાની સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી છે. સરકાર બનાવવા માટે ૧૧૩ સીટ જીતવાનું જરુરી છે. ૧૫મી મેના રોજ પરિણામ જાહેર કરાશે.ચૂંટણી માટે ૫૬ હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. તમામ પોલિંગ સ્ટેશન પર ઇવીએમ મશીન સાથે વીવીપેટનો ઉપયોગ કરાશે.
કર્ણાટક ચૂંટણીમાં ૨૧૦ મહિલા ઉમેદવાર સહિત કુલ ૨૬૫૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ વખતે ૨૪૩૬ પુરૂષ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે. વર્ષ ૨૦૧૩માં ૨૭૮૮ પુરૂષ ઉમેદવારો મેદાનમાં હતા. વર્ષ ૨૦૧૩ની તુલનામાં આ વખતે ૩૫૨ ઉમેદવારો ઓછા છે. આ વર્ષે ચૂંટણી મેદાનમાં રહેલી મહિલા ઉમેદવારોની સંખ્યા ૨૧૯ છે. જે વર્ષ ૨૦૧૩માં ૧૭૦ હતી. છેલ્લી ચૂંટણીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા ૪૯ વધારે છે. આ વર્ષે બિનમાન્યતાપ્રાપ્ત રાજકીય પક્ષોના ઉમેદવારોની સંખ્યા ૮૦૦ જેટલી નોંધાઇ છે. જે વર્ષ ૨૦૧૩માં ૮૩૨ હતી. વર્ષ ૨૦૧૮માં ૧૧૫૫ અપક્ષ ઉમેદવારો તેમના ભાગ્ય અજમાવી રહ્યા છે. આ સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૨૨૩ હતી. કુલ ૨૨૪ વિધાનસભા સીટ પૈકી ૨૨૩ સીટ માટે મતદાન આવતીકાલે યોજાનાર છે. એક સીટ પર મતદાન મોકુફ કરવામાં આવ્યુ છે. કારણ કે જયનગરના ભાજપના ઉમેદવાર બીએન વિજય કુમારનુ નિધન થયુ હતુ. કર્ણાટકમાં તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો કરવા માટે ચાર કરોડ ૯૬ લાખ મતદારો ઉત્સુક છે. આંકડા દર્શાવે છે કે કર્ણાટક ચૂંટણીમાં ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ રહેલા છે. ભાજપના ઉમેદવારોની સામે સૌથી વધારે કેસ છે. ભાજપના ૨૨૪ ઉમેદવારો પૈકીના ૮૩ ઉમેદવારો અથવા તો ૩૭ ટકા ઉમેદવારો કેટલાક અપરાધિક કેસમાં સંડોવાયેલા રહ્યા છે. ભાજપ બાદ બીજા સ્થાન પર કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસે ૨૨૦ ઉમેદવારો પૈકી ૫૯ એવા નેતાઓને ટિકિટ આપી છે જેમની સામે અપરાધિક કેસ છે. કોંગ્રેસના ૫૯ ઉમેદવારોની સામે અપરાધિક કેસ છે. બીજી બાજુ જેડીએસના ૧૯૯ પૈકી ૪૧ સામે અપરાધિક કેસ નોંધાયેલા છે. ચૂંટણી સાથે જોડાયેલા આંકડા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૩માં વિધાનસભાની ચૂંટણીની તુલનામાં વર્ષ ૨૦૧૮માં અપરાધિક મામલામાં ફસાયેલા ઉમેદવારોની સંખ્યા ૩૩૪થી વધીને ૩૯૧ થઇ ગઇ છે. એડીઆર દ્વારા કરવામાં આવેલા મુલ્યાંકનની બાબત ઉમેદવારો દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવિટ પર આધારિત છે. જેમાં ૨૫૬૦ ઉમેદવારો પૈકી ૩૯૧ ઉમેદવારોની સામે અપરાધિક કેસ છે.ગંભીર મામલાનો સામનો કરતા ઉમેદવારોની સંખ્યા વર્ષ ૨૦૧૩માં ૧૯૫ હતી જે આ વખતે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારોની સામે હત્યાના કેસ રહેલા છે. કર્ણાટકની ગરમી હાલ રહેલી છે.કોંગ્રેસના ૩૨ એટલે કે ૧૫ ટકા તથા જેડીએસના ૨૯ અથવા તો ૧૫ ટકા ઉમેદવારો ગંભીર અપરાધિક મામલાઓનો સામનો કરી રહ્યા છે. ગંભીર મામલાઓનો સામનો કરી રહેલા ઉમેદવારોની સંખ્યા પણ ૨૦૧૩માં ૧૯૫ હતી જે વધીને હવે ૨૫૪ થઇ ગઇ છે. ચાર ઉમેદવારની સામે હત્યાના કેસ રહેલા છે. ૨૫ ઉમેદવારની સામે હત્યાના પ્રયાસના કેસ રહેલા છે. ૨૩ ઉમેદવાર મહિલાઓની સામે અપરાધમાં ફસાયેલા છે.કર્ણાટક ચૂંટણીને લઇને તમામ મતદારો પણ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ભાજપ પાસે ૪૩ અને જેડીએસ પાસે ૩૭ સીટો છે. કર્ણાટક વિધાનસભાની અવધિ મે ૨૦૧૮માં પૂર્ણ થઇ રહી છે.કર્ણાટકમાં ૪ કરોડ ૯૬ લાખ વોટરો છે. ૯૭ ટકા લોકોને ફોટો ઓળખપત્ર જારી કરવામાં આવ્યા છે.

કર્ણાટક : ચૂંટણી ચિત્ર
બેંગલોર, તા.૧૧
અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા અને અનેક પ્રકારની અપેક્ષા વચ્ચે આવતીકાલે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે મતદાન યોજાનાર છે. આના માટે તમામ તૈયારી કરી લેવામાં આવી છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને ટાળવા માટે પણ તમામ પગલા લેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮ કર્ણાટક ચૂંટણીનું ચિત્ર નીચે મુજબ છે.
કર્ણાટકમાં કુલ સીટ ૨૨૪
ચૂંટણી યોજાશે ૨૨૩
કુલ ઉમેદવારો ૨૬૫૫
મહિલા ઉમેદવારો ૨૧૯
પુરુષ ઉમેદવારો ૨૪૩૬
માન્યતાપ્રાપ્ત વગરના
પક્ષોના ઉમેદવાર ૮૦૦ અપક્ષ ઉમેદવારો ૧૧૫૫
કુલ મતદારોની સંખ્યા ૪ કરોડ ૯૬ લાખ
કુલ મતદાન કેન્દ્રો ૫૬૦૦૦
મતદાન થશે ૧૨મી મે
મતગણતરી થશે ૧૫મી મે

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.