અમદાવાદ,તા.૧પ
રાજયભરમાં આકરો ઉનાળો બરોબરનો તપી રહ્યો છે રાજયમાં છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીએ લોકોને બાનમાં લીધા છે સમગ્ર પ્રકૃતિ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠી છે જયારે હજુ પણ વધુ આકરી ગરમી પડે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટબેન્સના કારણે એકાએક પવનની દિશા બદલાતા રાજયના તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજયમાં ૪૪.૦ ડિગ્રી તાપમાન સાથે આજે સુરેન્દ્રનગરમાં લોકોએ અતિશય કાળઝાળ ગરમીનો સામનો કર્યો હતો જયારે અનેક સ્થળોએ તાપમાનનો પારો ૪૧થી ૪૩ ડિગ્રીની નજીક રહેવા પામ્યો હતો.
રાજ્યમાં છેલ્લ કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આવનાર દિવસોમાં આ ગરમી હજુ પણ વધે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. આજે સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન ૪૪.૦ ડિગ્રી રહેવા પામ્યું હતું. જયારે ગાંધીનગર અને રાજકોટમાં ૪૩.૦ અમદાવાદમાં ૪ર.૯ અને અમરેલીમાં ૪ર.ર તેમજ આણંદ, ડીસા અને કંડલામાં ૪ર.૦ વડોદરામાં ૪૧ અને ભૂજમાં મહત્તમ તાપમાન ૪૦.૦ ડિગ્રી નોંધાયું હતું. જયારે કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના બનાવોમાં મોટાપાયે વારો થવા પામ્યો છે. જયારે અનેક સ્થળોએ વાદળછાયું વાતાવરણ રહેવા છતાં ગરમીમાં કોઈ ખાસ ફેરફાર નોંધાયો નથી. જયારે આવનાર દિવસોમાં ગરમી વધવાની શકયતા વચ્ચે નિષ્ણાતો લોકોને સાવચેતીના પગલાં લેવાનું જણાવી રહ્યા છે.