(એજન્સી) મથુરા, તા.૧પ
વૃંદાવનની હોટલમાં એક ૧ર વર્ષીય બાળા પર સામૂહિક બળાત્કાર બાદ પીડિતાને દિલ્હી જતી ટ્રેનમાં બેસાડી દેવામાં આવી હતી. એમ પોલીસે જણાવ્યું હતું. ત્રણ નરાધમો દ્વારા આ હિચકારું કૃત્ય આચરવામાં આવ્યું હતું. દિલ્હી પોલીસ દ્વારા આ બાળકીને બચાવવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ૧૧ મેના રોજ બની હતી અને જણાવ્યું હતું કે, આ હોટલ કોટવાલી પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ રાકેશકુમારે જણાવ્યું હતું કે, આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૭૬, અને પોસ્કો એક્ટના સેકશન ત્રણ અને પાંચ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જો કે, આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસે જણાવ્યું હતું કે, ત્રણ પૈકી બે આરોપીઓની ઓળખ કરી લેવામાં આવી છે. શકર્યા ગામના સંજય અને લક્ષ્મણની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે ત્રીજા આરોપીની ઓળખ કરવાનું કામ જારી છે. પીડિત બાળકીને મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપવામાં આવી હતી. આરોપીઓ દ્વારા બાળકીને નશીલો પદાર્થ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની પર હોટલમાં સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બળાત્કાર બાદ પીડિતાને દિલ્હી જતી ટ્રેનમાં બેસાડી દેવામાં આવી હતી. જેને દિલ્હી પોલીસે બચાવી લીધી હતી.