નવી દિલ્હી, તા.૧પ
મુસ્લિમ સમુદાયનો અતિ પવિત્ર રમઝાન માસ શરૂ થનાર છે. રહેમત, બરકત અને ધીરજની કસોટી કરનાર આ પવિત્ર માસમાં તમામ મુસ્લિમો રાત-દિવસ અલ્લાહ તઆલાની ઈબાદત કરીને અલ્લાહને રાજી કરે છે. હવે તમારો એન્ડ્રોઈડ ફોન પણ તમને ઈબાદત કરાવશે. અહેવાલ મુજબ એન્ડ્રોઈડ ફોનમાં મોજૂદ ગૂગલ પ્લે સ્ટોરે ખાસ એપ્લિકેશનની વ્યવસ્થા કરી છે.
ગુગલ પ્લે સ્ટોરે રમઝાન-ર૦૧૮ને ધ્યાનમાં રાખીને ડઝનબંધ ફ્રી એપ્લિકેશન શરૂ કરી છે. મુસ્લિમ યુવક અને સામાન્ય લોકો સિવાય આ એપ રમઝાન મહિનામાં સફર પર જઈ રહેલા યાત્રાળુઓ માટે ખાસ મદદગાર સાબિત થશે. એપ્લિકેશનમાંં મોજુદ કુર્આન શરીફને પઢવા ઉપરાંત અઝાન, નમાઝ, સહરી તેમજ ઈફતાર માટે સમયની યાત્રાળુઓ સરળતાથી માહિતી મેળવી શકશે. પ્લે સ્ટોર પર મોજુદ કિબ્લા-કોમ્પાસ એપ્લિકેશન કિબલાની સાચી દિશા બતાવીને અકીદતમંદોને નમાઝ અદા કરવામાં મદદ કરશે. ગુગલ પ્લે સ્ટોર પર રમઝાન માસમાં ઈબાદત માટે આ ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે જેનો યાત્રાળુઓ ખાસ લાભ લઈ શકશે.
5