અમરેલી,તા.૧પ
અમરેલી એસ.ઓ.જી.પો.સ.ઈ આર.કે કરમટા અને સ્ટાફનાં માણસો પેટ્રોલીગમાં હતાં. દરમ્યાનમાં અમરેલી-સાવરકુંડલા રોડ હુડકો સામે રોડ ઉપર એક ડમ્પર ટ્રક નંબર જી.જે.૦૩.ડબલ્યુ.૮૭૬૮ નંબરનું ચાલક સમીરભાઈ મહેશભાઈ તેરૈયા તેના કબજાના ડમ્પર ટ્રકમાં રેતી આશરે ૧૦ ટન ભરેલ હતી.
તેમજ પેટ્રોલીંગ દરમ્યાન વંડા નજીક એક ટ્રેક્ટર ટ્રોલી સાથેનું નં. જી.જે.૧૪.ડી.૬૧૬૦ નંબરનું ચાલક રત્નાભાઈ પુનાભાઈ મેર (રહે. ઈંગોરાળા) જેમાં રોયલ્ટી વગરની રેતી આશરે-૩ ટન ભરેલી હતી.
જે રેતી વાહનમાં ભરવા અંગે ડ્રાઈવરે પાસે કોઈ પાસ પરમીટ નહીં હોય ખનીજ ચોરી કરતાં મળી આવતાં આ અંગે ખાણ અધિકારીએ ડીટેઈન કરેલા આ રેતી ભરેલાં ટ્રેક્ટર તથા ડમ્પર અનુક્રમે અમરેલી તાલુકા તથા વંડા પો.સ્ટે.રાખેલ છે. પોલીસ અધિક્ષકની સુચનાથી પોલીસ દ્વારા હાથ ધરાયેલ કાર્યવાહીથી રેતી ખનીજ ચોરી કરતાં તત્વોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે.