(એજન્સી) તા.૧પ
મંગળવારે કોંગ્રેસે પૂર્વ પ્રધાનમંત્રી દેવગૌડાનો સંપર્ક કરી એચ.ડી.કુમાર સ્વામી મુખ્યમંત્રી બને તે શરતે ગઠબંધનનો પ્રસ્તાવ મૂકયો હતો. ઉલ્લેખનીય છે કે, મંગળવારે જાહેર થયેલા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને ૭૮, ભાજપને ૧૦૪ અને જનતાદળ(એસ)ને ૩૮ બેઠકો મળી હતી. અત્યાર સુધી કિંગમેકર ગણાતા કુમાર સ્વામી હવે કિંગ બનવા તરફ આગળ વધી રહ્યા છે.
કુમાર સ્વામીએ ૧૯૯૬ની સામાન્ય ચૂંટણીઓમાં કનકપુરાથી વિજય મેળવી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.
કુમાર સ્વામી ફેબ્રુઆરી ર૦૦૬થી ઓકટોબર ર૦૦૭ સુધી કર્ણાટકના મુખ્યમંત્રી રહ્યા હતા. આ દરમિયાન જનતાદળ(એસ) ભાજપ સાથે ગઠબંધનમાં હતી.
નવેમ્બર ર૦૧૪માં કુમાર સ્વામી જનતાદળ(એસ)ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.
કુમાર સ્વામી પર જનથકલ ખાણ કૌભાંડનો આરોપ છે
જો તે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તો કોંગ્રેસે વડાપ્રધાન પદ માટે તેમના પિતા દેવગૌડાને સમર્થન આપ્યું હતું. ત્યારબાદ ફરી એકવાર બન્ને પક્ષો ભેગા મળશે.