(એજન્સી) બેંગ્લુરૂ, તા. ૧૫
કર્ણાટકમાં કોંગ્રેસ કરતા વધુ બેઠકો મેળવ્યા છતાં ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી કરતા છ લાખ મતો ઓછા મેળવ્યા છે. ભાજપે ૧૦૪ બેઠકો મેળવી અને ૧૧૨ના જાદુઇ આંકડાથી દૂર રહ્યો. કોંગ્રેસે ૭૮ બેઠકો જીતી હતી જ્યારે જેડીએસે ૩૮ બેઠકો જીતી હતી. ચૂંટણી પંચ દ્વારા બહાર પડાયેલા આંકડા પ્રમાણે કોંગ્રેસે ૩૭.૯ ટકા મતો મેળવ્યા છે જ્યારે બીજી તરફ ભાજપે ૩૬.૨ ટકા મતો મેળવ્યા છે. જેડીએસે ૧૮.૫ ટકા મતો મેળવ્યા. રસપ્રદ રીતે નોટાના વિકલ્પની મતભાગીદારી ૯ ટકા રહી હતી જેમાં ત્રણ લાખ મતદાતાઓએ નોટાનો ઉપયોગ કર્યો હતો. ગત ચૂંટણીમાં ભાજપે ૪૦ બેઠકો જીતી ૧૯.૯ ટકા મતો મેળવ્યા હતા અને કોંગ્રેસના ૩૬.૬ ટકા મતભાગીદારી હતી. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ ટિ્વટ કરી કહ્યું હતું કે, બીજેપી કરે તો કુછ કહે વાહ, ચમત્કાર, કોંગ્રેસ કરે તો કુછ કરે હાહાકાર. ગજબ ડબલ સ્ટાન્ડર્ડ, મતભાગીદારી જુઓ અને નક્કી કરો કે કર્ણાટકને કોને મત આપ્યા છે.