(એજન્સી) તા.૧૬
કર્ણાટકમાં ઈતિહાસનું પુનરાવર્તન થશે એ જણાઈ આવે છે. શું જેડીએસ અને કોંગ્રેસ સરકાર રચશે કે નહીં ? ભાજપ ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યો છે. હાલની ચૂંટણીઓમાં ભાજપે ૧૦૪, કોંગ્રેસે ૭૮ અને જેડીએસે ૩૭ બેઠકો મેળવી છે. જો કે, ભાજપને ફકત ૮ બેઠકો ઓછી પડી રહી છે અને એ રાજ્યમાં સૌથી મોટો પક્ષ છે. ર૦૦૪ અને ર૦૦૮માં પણ ભાજપ સૌથી મોટો પક્ષ હતો. જો કે, બન્ને પ્રસંગોએ જુદી જુદી સરકારો રચાઈ હતી. ર૦૦૪ના વર્ષમાં ભાજપને ૭૯ બેઠકો મળી હતી અને સૌથી મોટો પક્ષ હતો એ સરકાર નહીં બનાવી શકયો કેમ કે એમને અન્ય પક્ષોનો સમર્થન નહીં મળ્યો હતો. કોંગે્રસે ૬પ બેઠકો મેળવી હતી અને જેડીએસે પ૮ બેઠકો મેળવી હતી અને બન્નેએ સરકાર બનાવી હતી. પણ હાલની પરિસ્થિતિ થોડી જુદી છે. જો કે, કોંગ્રેસ અને જેડીએસ ચૂંટણી પછી ગઠબંધન કરી રહ્યા છે. કોંગ્રેસ જેડીએસને સમર્થન આપી રહી છે અને કુમાર સ્વામીને મુખ્યમંત્રી બનાવી રહી છે. દરમિયાનમાં ર૦૦૪માં બન્નેનું ગઠબંધન અસ્થિર રહ્યું હતું. ર૦૦૬ની શરૂઆતમાં જેડીએસે સરકારથી સમર્થન પાછો ખેંચ્યો અને ભાજપને સમર્થન આપ્યો અને કુમાર સ્વામી ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા. બન્નેએ કરાર કર્યો કે ર૦-ર૦ મહિના મુખ્યમંત્રી એમના હશે. પહેલાં ર૦ મહિના કુમાર સ્વામી રહ્યા હતા પછીથી એમણે ભાજપના યેદિયુપ્પાને સત્તા નહીં આપી જેથી એમનું ગઠબંધન તૂટયું અને ર૦૦૭માં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. ર૦૦૮માં ફરીથી કર્ણાટકમાં ખંડિત પરિણામો આવ્યા આ વખતે ભાજપને ૧૧૦ બેઠકો મળી જે બહુમતીથી ફકત ત્રણ બેઠકો ઓછી હતી. યેદિયુરપ્પાએ એક નવી રમત રમી. એમણે ઓપરેશન લોટ્સ નામ આપ્યું. એમણે કોંગ્રેસે અને જેડીએસના ર૦ ધારાસભ્યોને મનાવીને વિધાનસભામાંથી રાજીનામું અપાવ્યું જેથી વિધાનસભાની કુલ સભ્ય સંખ્યા જ ઘટીને ર૦૪ થઈ જાય જેથી ભાજપને બહુમતી મળી જાય. એમની યોજના સફળ રહી. ર૦ સભ્યોના રાજીનામા અપાયા અને ભાજપાએ સરકાર રચી. એ જ ર૦ ધારાસભ્યોને પેટાચૂંટણીઓમાં ઊભા રાખી ફરી એમને વિધાનસભ્ય બનવાની તક આપી. ભાજપ આ દાવ ફરીથી રમી શકે છે. આમ પણ કોંગ્રેસ અને જેડીએસના અમુક ધારાસભ્યો આ ગઠબંધનથી નારાજ છે અને ગઠબંધનને અપવિત્ર ગણાવી રહ્યા છે.