(એજન્સી) મુંબઈ, તા.૧૬
રાજસ્થાન પોલીસના એક કોન્સ્ટેબલે કોર્ટ સમક્ષ જણાવ્યું કે, સીબીઆઈએ એમનું નિવેદન નોંધ્યું ન હતું. સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિના બનાવટી એન્કાઉન્ટર કેસની સુનાવણી દરમિયાન એમણે કોર્ટ સમક્ષ જુબાની આપી હતી. કોન્સ્ટેબલ ફરિયાદ પક્ષના સાક્ષી છે, એમની જુબાની નોંધ્યા પછી કોર્ટે એને ફરી ગયેલ સાક્ષી જાહેર કર્યો.
પોલીસ કોન્સ્ટેબલ ઉદયપુરના સુરજપોલ પોલીસ ંસ્ટેશનમાં ફરજ બજાવતો હતો. એ તુલસીરામ પ્રજાપતિને અમદાવાદની કોર્ટમાં લાવતી વખતે એની સુરક્ષામાં હતો.
એમણે જણાવ્યું કે, સીબીઆઈ ફક્ત મારા વિશે, મારા કુટુંબ વિશે મને ક્યાં પોસ્ટિંગ છે એ વિષે પૂછ્યું હતું. મારી પાસેથી કેસને લગતું કોઈ નિવેદન લીધું ન હતું. અથવા અન્ય કોઈ વિગતો પૂછી ન હતી. આ કેસમાં કુલ ફરિયાદ પક્ષના ૮પ સાક્ષીઓની જુબાની લેવાઈ છે જેમાંથી પ૮ સાક્ષીઓને ફરી ગયેલ સાક્ષી જાહેર કરાયા છે.