(એજન્સી) કુઆલાલમ્પુર, તા.૧૬
ભ્રષ્ટાચાર તેમજ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાના કેસમાં જેલમાં કેદ મલેશિયાના પૂર્વ નાયબ વડાપ્રધાન અનવર ઈબ્રાહીમને બુધવારે મુક્ત કરવામાં આવ્યા છે. નવનિયુક્ત વડાપ્રધાન મહાવીર મોહમ્મદ દ્વારા તેમણે પૂર્ણ માફી અપાવવામાં કરવામાં આવેલી મદદથી આ શક્ય બન્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અનવર (૭૦) સજા માફ થયા બાદ સુલ્તાને મળવા માટે તેમના શાહીદ મહેલ તરફ રવાના થઈ ગયા. તેઓ ચેરાસ રિહેબિલિટેશન હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા, જ્યાં ખભાના ઓપરેશન બાદ તેઓ પોતાની સજા ભોગવી રહ્યા હતા.
રાજકીય મતભેદો બાદ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરવાના અને ભ્રષ્ટાચારના આરોપમાં તેમને જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. મહાથીરે અનવરને બે વર્ષની અંદર વડાપ્રધાન બનાવવા માટે પદ છોડી દેવાનું વચન આપ્યું છે.