બેંગલોર,તા. ૧૬
ઇન્ડિયન પ્રિમિયર લીગ-૧૧માં આવતીકાલે સનરાઇઝ હૈદરાબાદ અને રોયલ્સ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. બેંગલોર માટે સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે તમામ મેચો સેમીફાઇનલ સમાન રહેનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં આ ટીમનો દેખાવ અપેક્ષા કરતા ખુબ નબળો રહ્યો છે. પોઇન્ટ ટેબલમાં વિરાટની ટીમ હજુ પણ ખુબ પાછળ છે. તેના ૧૨ મેચોમાં પાંચ જીત સાથે ૧૦ પોઇન્ટ છે. નેટ રન રેટમાં આ ટીમ ખુબ પાછળ છે. સનરાઇઝ તેની સ્થિતી વધારે મજબુત કરવા પ્રયાસ કરશે. તેના હાલમાં ૧૮ પોઇન્ટ છે. ઇન્ડિયન્સ પ્રિમિયર લીગમાં હજુ સુધી રમાયેલી તમામ મેચો ખુબ રોમાંચક રહી છે. આવી સ્થિતીમાં કરોડો ચાહકો આઇપીએલ સાથે વધુને વધુ સંખ્યામાં જોડાયા છે. આવતીકાલની મેચ પણ હાઇ સ્કોરિંગ બની શકે છે. આ મેચનું પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવશે.