(એજન્સી) પ્યોંગયાંગ, તા.૧૬
બુધવારે વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે.સિંગ છેલ્લા ર૦ વર્ષમાં ઉત્તર કોરિયાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય મંત્રી છે તેમ અહેવાલો જણાવે છે. જનરલ વી.કે.સિંગ વાયા ચીન થઈ ઉત્તર કોરિયા પહોંચ્યા હતા. ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતની પૂર્વ સંધ્યાએ ભારતીય મંત્રીની ડીમ સાથે બેઠક સંભવિત છે. આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલય ચુપકીદી રાખી છે છતાં બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો અને પરમાણુ કાર્યક્રમની ચર્ચા સંભવિત છે. જનરલ વી.કે.સિંગ ઉત્તર કોરિયાના પાટનગર પ્યોંગયાંગ પહોંચ્યા હતા. જ્યાં તેઓ કોરિયાના વિદેશમંત્રી સાથે વાતચીત કરશે. કીમ સાથે મુલાકાતની કોઈ પૃષ્ટિ થતી નથી. ઉત્તર કોરિયાએ ધમકી આપી છે કે વોશિંગ્ટન એકતરફી પરમાણુ નિઃશસ્ત્રીકરણ ડીલ અંગે ભાર મૂકશે તો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કીમની મુલાકાત રદ થઈ શકે છે. ઉત્તર કોરિયાએ એઉલ સાથે વાતચીત મુલત્વી રાખી હતી.