National

નાની સરસાઈની રમત : કર્ણાટકમાં ૮ બેઠકો પર કોંગ્રેસે ર૦૦ વોટથી વિજય મેળવ્યો

(એજન્સી) તા.૧૬
એકબાજુ કોંગ્રેસ પાર્ટીમાં કર્ણાટક વિધાનસભામાં સત્તા ગુમાવવા અને ચૂંટણીમાં થયેલા પરાજયને સ્વીકારી તો લીધો છે પરંતુ દરમિયાન તેણે જેડીએસને ટેકો જાહેર કરીને સૌને ચોંકાવ્યા છે. કર્ણાટકમાં ભાજપ એક સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી તો આવ્યો પરંતુ તેને બહુમતી ના મળી એટલે તે પણ મુંઝવણમાં છે પરંતુ સરકાર રચવા દાવો કરે છે. જ્યારે લગભગ ૧૧ર સીએની નજીક ભાજપ પહોંચવાનો જ હતો ત્યારે સોનિયા ગાંધીએ જેડીએસને ટેકો જાહેર કરવાની રણનીતિ અપનાવી. તેમણે જેડીએસને મુખ્યમંત્રી પદની ઓફર કરી દીધી. હવે જો દેવગૌડાને સરકાર રચવાની તક મળે તો તે જેડીએસની ૩૮ અને કોંગ્રેસમાંથી ૭૮ બેઠકોની મદદથી સરકાર રચી શકે છે.
જો કે મહત્ત્વની વાત એ હતી કે કોંગ્રેસના એક ઉમેદવાર પ્રતાપ ગોંડા પાટિલનો ફક્ત ર૧૩ વોટથી વિજય થયો હતો જ્યાં તેમને ૬૦૩૮૭ વોટ મળ્યા હતા. ભાજપના નેતા બાસન ગૌડાને ૬૦૧૭૪ વોટ મળ્યા હતા. જો કે આવી જ રીતે પાવાગડામાં કોંગ્રેસના વેંકટાનો ૩૯૯ મતોથી વિજય થયો હતો જ્યારે કુંગડોલમાં શિવાલીએ ૬૩૪ વોટથી ભાજપના ઉમેદવારને પરાજય આપ્યો હતો. હિરેકુરમાં પપપ વોટથી બી.સી. પાટિવલનો પણ વિજય થયો હતો. નીચે કેટલાક નેતાઓની યાદી છે જેમનો નજીવા અંતરથી વિજય થયો હતો.

વોક્કાલિંગા ગણિત…

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. કર્ણાટકમાં એચડી દેવગૌડાના પ્રભાવવાળા વોક્કાલિગા સમુદાયની ૬૬ બેઠકો રહેલી છે. દેવગૌડાની પાર્ટીએ પ્રભુત્વ જાળવી રાખ્યું છે પરંતુ તેની મત હિસ્સેદારી ઘટી છે. જુદી જુદી પાર્ટીને મુસ્લિમ ક્ષેત્રોમાં કરેવી સફળતા મળી તે નીચે મુજબ છે
પાર્ટી મળેલી સીટો
ભાજપ ૧૮ (૨૪.૩ ટકા)
કોંગ્રેસ ૨૦ (૩૪.૪ ટકા)
જેડીએસ ૨૫ (૩૪.૨ ટકા)
અન્ય ૦૧ (૭.૧ ટકા)
નોંધ : કૌંસમાં રહેલો ટકાનો આંકડો મતહિસ્સેદારીનો છે.

કાવેરી જળ અસર

બેંગલોર, તા.૧૬
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. કાવેરી જળ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટે ખુબ જ આક્રમક વલણ અપનાવ્યું હતું. જેડીએસે અહીં સ્થિતિ સુધારી છે. કોંગ્રેસને ૧૩ સીટોનું નુકસાન થયું છે. ચિત્ર નીચે મુજબ છે.
પાર્ટી મળેલી સીટો
ભાજપ ૦૮ (૪૩.૫ ટકા)
કોંગ્રેસ ૧૦ (૩૭.૫ ટકા)
જેડીએસ ૨૭ (૩૭.૯ ટકા)
અન્ય ૦૧ (૬.૫ ટકા)

મુસ્લિમ ક્ષેત્રમાં અસર

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ મંગળવારના દિવસે જાહેર કરવામાં આવ્યા હતા. જુદી જુદી પાર્ટીને મુસ્લિમ ક્ષેત્રોમાં કરેવી સફળતા મળી તે નીચે મુજબ છે
પાર્ટી મળેલી સીટો
ભાજપ ૧૫
કોંગ્રેસ ૧૩
જેડીએસ ૦૫
અન્ય ૦૦

લિંગાયત ગણિત….

લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપીને આ સમુદાયને પ્રભાવિત કરવાના કોંગ્રેસના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે. લિંગાયત સમુદાય ૧૨૦ સીટો ઉપર પ્રભુત્વ ધરાવે છે જે પૈકી ભાજપે અડધીથી વધુ સીટો જીતી લીધી છે. જુદા જુદા સમુદાયની સીધી અસર ચૂંટણી ઉપર થઇ છે. લિંગાયત પ્રભાવવાળા વિસ્તારમાં દરેક પાર્ટીનો દેખાવ નીચે મુજબ છે.
પાર્ટી મળેલી બેઠકો
ભાજપ ૬૪ (૪૦.૬ ટકા)
કોંગ્રેસ ૪૧ (૩૮.૧ ટકા)
જેડીએસ ૧૩ (૧૩.૩ ટકા)
અન્ય ૦૨ (૮ ટકા)
નોંધ : કૌંસમાં રહેલો ટકાનો આંકડો મતહિસ્સેદારીનો છે.

સીટ વોટશેર વોટ
અથાણી ૧.૪ ટકા ર૩૩૧
બદામી ૧ ટકા ૧૬૯૬
બાસવાના બેગાવડી ર.૩ ટકા ૩૧૮૬
બેલ્લારી ૧.૬ ટકા ર૬૯૭
થાપરાજનાગર ર.૯ ટકા ૪૯૧૩
ગડાગ ૧.ર ટકા ૧૮૬૮
હાતુર ર.૧ ટકા ૩પ૧૩
હિરેકુર ૦.૪ ટકા પપપ
જામખાંડી ૧.૮ ટકા ર૭૯પ
કુંગડોલ ૦.૪ ટકા ૬૩૪
લિંગતુગર ૩.૦ ટકા ૪૯૪૬
મસ્કી ૦.૧ ટકા ર૧૩
પાવાગડા ૦.૩ ટકા ૩૯૯
શ્રીનગરી ૧.પ ટકા ૧૯૮૯
વિજયનગડ ૧.૮ ટકા રર૭પ
પેલ્લાપુર ૧.૧ ટકા ૧૪૮૩
યેમકાન મારડી ૧.૯ ટકા ર૮પ૦

કૃષિ કટોકટી ગણિત…

કૃષિ કટોકટીવાળી ૭૪ સીટો પર કોંગ્રેસે તમામ તાકાત લગાવી હતી અને મોદી સરકાર ઉપર ખેડૂત વિરોધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, કૃષિ કટોકટીવાળી બેઠકો ઉપર પણ ભાજપે સારો દેખાવ કર્યો છે. ૭૪ સીટ પૈકી કોને કેટલી સીટ મળી તે નીચે મુજબ છે.
પાર્ટી મળેલી સીટો
ભાજપ ૩૩ (૩૫.૮ ટકા)
કોંગ્રેસ ૨૫ (૩૮.૭ ટકા)
જેડીએસ ૧૫ (૧૮ ટકા)
અન્ય ૦૧ (૭.૫ ટકા)
નોંધ : કૌંસમાં રહેલો ટકાનો આંકડો મતહિસ્સેદારીનો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.