(એજન્સી) કરાચી, તા.૧૮
પવિત્ર રમઝાન માસનો આરંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે રમઝાન માંસનો સૌથી લાંબો રોઝો ગ્રીનલેન્ડમાં ર૧ કલાક અને ર મિનિટનો જ્યારે સૌથી ઓછા સમયનો રોઝો આર્જેન્ટિનામાં ૧૧ કલાક ૩ર મિનિટનો થશે. દુનિયાભરમાં સહેરી અને ઈફતારનો સમય દરેક દેશના વાતાવરણ પ્રમાણે હોય છે. જે સૂર્ય ઉગવા અને આથમવા સાથે જોડાયેલો છે. આ દૃષ્ટિએ દુનિયાભરમાં ર૧ કલાકથી માંડીને ૧૧ કલાક સુધીના રોઝા રાખવામાં આવે છે. આ વર્ષે રમઝાન માસનો દુનિયાનો સૌથી લાંબો રોઝો ગ્રીનલેન્ડમાં અને આ જ રીતે આઈસલેન્ડમાં ર૧ કલાક, ફિનલેન્ડમાં ૧૯ કલાક રપ મિનિટ, નોર્વે અને સ્વીડનના રહેવાસી ૧૯ કલાકના રોઝા રાખશે. આ જ રીતે રશીયા, જર્મની, આયરલેન્ડ, બ્રીટન, બેલ્જિયમ અને અન્ય યુરોપીય દેશોમાં ૧૮ કલાકના રોઝા રાખવામાં આવશે. કેનેડામાં ૧૭ કલાક ર૪ મિનિટ અને અમેરિકામાં ૧૬ કલાક ર૯ મિનિટનો રોઝો રાખવામાં આવશે. બીજી તરફ ઈરાનમાં ૧૬ કલાક ૪ મિનિટ, અફઘાનિસ્તાનમાં ૧પ કલાક પ૧ મિનિટ, ભારતમાં ૧પ કલાક ર મિનિટ અને પાકિસ્તાનમાં ૧પ કલાકનો રોઝો રાખવામાં આવશે. જ્યારે સઉદી અરબમાં ૧૪ કલાક ૪૧ મિનિટ અને ઈન્ડોનેશિયામાં ૧૩ કલાક ર મિનિટનો રોઝો રાખવામાં આવશે.
0.5
2