(એજન્સી) દેહરાદૂન તા. ૧૮
ઉત્તરાખંડમાં શુક્રવારે સવારે દુઃખદ ઘટના બની હતી. ઉત્તરાખંડના ટનકપુર વચ્ચે બીચઈ વિસ્તારમાં એક બેકાબુ ટ્રકે પૂર્ણાગિરી દર્શન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા હતા. આ દુઃખદ ઘટનામાં યુપીના ૧૧ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જ્યારે ૨૦ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. જેમાં સાત લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતાએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. શુક્રવારે પાંચ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જયારે એક બેકાબુ ટ્રકે શ્રદ્ધાળુઓના એક જૂથને કચડી નાખ્યો હતો. મરનાર લોકોમાં મોટાભાગના યુપીના બરેલી રહેનારા લોકો હતા. આ ઘટના એ સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓ દેવીમાંની ડોલી લઈને પગપાળા જઈ રહ્યા હતા. પોલીસ મુજબ આ ઘટનામાં માર્યા બધા લોકોની ઓળખ થઈ ગયી છે અને તેની જાણ પરિજનોને કરી દેવામાં આવી છે. સાત લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.