(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૮
પ્રત્યેક એવોર્ડ સાથે હિંસા જોડાયેલી છે. મારા કરતાં ઘણા વિશિષ્ટ પ્રતિભા ધરાવનારને એવોર્ડ ન મળે અને મને મળે એ હિંસા છે. દિલ્હીમાં મેં દારાસૂકો માર્ગ ઉપર પ્રથમ વાર પદયાત્રા યોજી હતી. આ શાંતિ યાત્રા હતી. તેમ જાણીતા લેખક ગુણવંત શાહે પોતાના સન્માન સમારંભમાં સંબોધન કરતાં જણાવ્યું હતું.
એમ્પથિ ટ્રસ્ટનાં ઉપક્રમે ગુણવત્તં શાહનું સન્માન યોજવામાં આવ્યું હતું. જેમાં સંત મોરારાબાપુ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટ દ્વારા તેમને સ્મૃતિ ચિન્હ તેમના એક લાખનો પુરસ્કાર મોરારી બાપુનાં હસ્તે આપવામાં આવ્યો હતો. બાપુએ ગુણવંતભાઇ લેખિત ‘સંભવામી ક્ષણે ક્ષણે’ પુસ્તકના હિન્દી રૂપાંતરનું વિમોચન કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, હું મોરારીબાપુને એક શિક્ષક તરીકે સ્વીકાડરૂં છું. કારણ કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો.
પ્રાસંગિક પ્રવચન કરતાં મોરારીબાપુએ જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારી નગરી છે. અમદાવાદ ઐતિહાસિક નગરી છે પણ ગાંધીનગર કઇ નગરી છે એ ખબર નથી. તેવો તેમણે બાંગ કરતાં ઉમેર્યું કે ત્યાં જનાર કયારેય પાછો ફરતો નથી. તેમણે કહ્યું કે, આ ધર્મ સભા નથી. આ સાહિત્ય અને સંગીતની સભા છે. ગુણવંતભાઇ વૈચારીક પુરૂષ છે. વ્યકિત નહીં એક વિચાર છે, ભાષા પુરૂષ છે. સરીતામાં ઉપરવાસમાં વરસાદ પડે તોજ પાણી આવે છે. સંવેદના પુરૂષોનું સન્માન થવું જોઇએ.
એમ્પથિ ટ્રસ્ટનાં બાળુ શુકલ તથા પંકજ જાનીનાં હસ્તે ગુણવંતભાઇને વિશિષ્ટ વ્યકિત તરીકે એક લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.