અમદાવાદ,તા.૧૮
અમદાવાદ સહિત રાજયના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો થયો છે. અમદાવાદના આકાશમાં ધૂળિયુ વાતાવરણ છવાઈ ગયું છે. પવન સાથે અમદાવાદમાં ધૂળની વંટોળીઓ ઉડી રહી છે. જોરદાર પવન અને ધૂળની ડમરીઓને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. અમદાવાદમાં ગરમીનો પારો ૪રને પાર કરી ગયો છે.
અતિશય ગરમીના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા તો આગામી ર૪ કલાકમાં આંધી સાથે વરસાદ આવવાની સંભાવના પણ કરવામાં આવી છે. વાતાવરણમાં બદલાવ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે જોવા મળ્યો છે. તો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે. વાતાવરણમાં આવેલા આ બદલાવની અસર દિલ્હી- એનસીઆર સહિત અન્ય રાજયોમાં પણ જોવા મળશે. જાણકારી પ્રમાણે કલાકના ૮૦થી ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે આગામી ૭ દિવસ સુધી આ અસર રહેવાની શકયતા છે.