અમદાવાદ,તા.૧૮
દેશની રાજધાની દિલ્હી કરતા અમદાવાદ શહેરની હવામાં ચિંતાજનક હદે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ શહેરનો એર પોલ્યુશન ઈન્ડેકસનો આંક વધીને છેક ર૪પ સુધી પહોંચ્યો છે. જેના લીધે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના દેખરેખ હેઠળની મેટ્રોલોજિકલ સંસ્થાઓએ હવામાં ઝેરી રજકણોનું પ્રમાણ વધવાથી અમદાવાદીઓના સ્વાસ્થ્ય માટે ખતરો ઉભો થયો છે જેના કારણે બાળકો, વૃધ્ધો ઉપરાંત ટીબી અસ્થમાં, હૃદયરોગના દર્દીઓને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તેટલું જ નહીં અમદાવાદીઓને માસ્ક પહેરવા માટે પણ સુચના આપી છે દેશમાં દિલ્હીમાં હવાની ગુણવતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એ જ પ્રમાણે હવે અમદાવાદમાં પણ હવા પ્રદૂષિત બની છે. વાહનોના ધુમાડા, ઔદ્યોગિક એકમોના ધુમાડા સૌથી જવાબદાર પરિબળ છે. પીરાણામાં ડમ્પિંગ સ્ટેશનમાં કચરાને બાળવામાં આવવાથી ઝેરી રજકણોનું પ્રમાણ હવામાં વધતા પ્રદૂષણ વધ્યું છે. ઉપરાંત ઘરમાં લાકડા બાળવામાં આવતા આ સ્થિતિ સર્જાય છે, ધૂળની આંધીને પગલે હવા પ્રદૂષિત બની છે ખાસ કરીને ઉદ્યોગોનો ધુમાડો મુખ્ય પરિબળ હોવા છતાંય છતાંય ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે અને આવા પ્રદુષણ ઉત્પન્ન કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં નિષ્ક્રીય છે.
4