(એજન્સી) તા.૧૯
ટૂથપેસ્ટમાં મળી આવતું એક સામાન્ય એન્ટીબેક્ટેરિયલ તત્વ જો દવા સાથે ભળી જાય તો આ સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા ઘાતક રોગો સામે પણ લડી શકે છે. આ વાત એક શોધમાં સામે આવી છે. એન્ટીમાઇક્રોબિયલ એજન્ટ્સ અને કીમોથેરાપી નામના મેગેઝિનમાં આ શોધને પ્રકાશિત કરવામાં આવી છે. શોધમાં જાણ થઇ હતી કે ટ્રાઇક્લોસન જ્યારે એક જૈવ પ્રતિરોધીને મળે છે તો તેને ટોબ્રામાઈસિન કહેવાય છે. ટ્રાઇક્લોસન એક તત્વ છે જે જીવાણુને વધતા રોકે છે કે ઘટાડે છે. ટોબ્રામાઇસિન સીએફ બેક્ટેરિયાની સુરક્ષા કરતી કોશિકાઓને ૯૯.૯ ટકા સુધી મારે છે. સીએમ બેક્ટેરિયાને સ્યૂડોમોનાનાસ એરુજિનોસાના નામે ઓળખાય છે. સીએફ એક સામાન્ય આનુવંશિક રોગ છે જે દર બે હજાર પ૦૦થી ૩ હજાર પ૦૦ લોકોમાંથી એકને થાય છે. તેની ઓળખ શરુઆતના સ્ટેજમાં જ થઇ જાય છે અને તેના પરિણામ સ્વરુપે ફેફસાંમાં મ્યૂકસની એક જાડી પરત બની જાય છે. જે બેક્ટેરિયા માટે ચુંબકનું કામ કરે છે. વિજ્ઞાનીઓ કહે છે કે આ જીવાણુઓને મારવા ખૂબ જ મુશ્કેલ છે કેમ કે આ એક સપાટીના માધ્યમથી સંરક્ષિત હોય છે જેને બાયોફિલ્મ નામે પણ ઓળખવામાં આવે છે. જે એન્ટીબાયોટિક દવાઓથી સારવાર દરમિયાન પણ રોગને વધવા દે છે. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર ક્રિસ વોટર્સે કહ્યું કે આ બાયોફિલ્મને ખતમ કરવાની રીતને શોધવી જ સમસ્યાનો ઉકેલ છે. તમને જણાવી દઇએ કે આ સ્ટડી મિશિગન સ્ટેટ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. વોટર્સ અને તેમના સહયોગી લેખક માઈકલ મેડન અને એલેસેન્ડ્રા હન્ટ કહે છે કે પેટ્રી ડિસીસમાં લગભગ ૬૦૦૦ જેટલી બાયોફિલ્મ હોય છે અને જો ટ્રોબામાઇસિનને અનેક કમ્પાઉન્ડ સાથે ભેળવી દેવામાં આવે તો તે આ બાયોફિલ્મને નષ્ટ કરવામાં સારી એવી ભૂમિકા ભજવી શકે છે. તેમણે કહ્યું કે આ તમામ વસ્તુથી ટ્રાયક્લોઝન મળી આવ્યુંં છે જે ૪૦ વર્ષોથી સાબુ, મેકઅપ અને અન્ય કોમર્શિયલ વસ્તુઓમાં મળી આવે છે અને તે એક એન્ટીબેક્ટેરિયલ તત્વ છે.