અમદાવાદ, તા ૨૪
અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક નિશાંત વિભાગ-૨માં વિચિત્ર ઘટના સામે આવી હતી. પોલીસ કંટ્રોલ રૂમને ગઇ કાલે બપોરે શહેરના શ્યામલ ચાર રસ્તા નજીક ફાયરિંગ થયું હોવાના મેસેજ મળતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી ફાયરીંગ કર્યા વગર જ બંદુક મુકીને ફરાર થઇ ગયા હતા. પરંતુ આ મામલે નવો જ ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે ફરિયાદી રાહુલ સોનીએ આ આખું તરકટ યોજ્યું હતું. આનંદનગર પોલીસે રાહુલની અટકાયત કરી છે.
આ મામલે પોલીસે કહ્યું કે ફરિયાદી રાહુલે જ પોતાના ઘર પાસે બંદૂક નાંખીને તેણે જ આખી વાત ઉપજાવી દીધી હતી. ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ જોતા જ રાહુલની પોલ ખુલી ગઇ હતી.
શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં વિવેક સુભાષ શાહ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં વિવેક સુભાષ શાહ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે એકજ મકાન ત્રણ વ્યક્તિઓને વેચીને બાનાખત કર્યો હતો. ત્યારે રાહુલ સોનીએ આક્ષેપ કર્યો છે કે તેના ઘરની બહાર વિવેક સુભાષ શાહ બંદૂક લઈને ઉભો હતો અને રાહુલ સોનીને જોતા જ તે બંદૂક મુકીને નાસી ગયો હતો. ફરિયાદી રાહુલ સોનીનું કહેવું છે કે તેણે હિપોલીન પાઉડર કંપનીના ડિરેક્ટરો વિરુદ્ધમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો અને તેની અદાવતમાં આરોપીઓ બંદુક લઇને તેના ઘરે પહોચ્યા હતાં. ત્રણ આરોપીઓ વર્ના કારમાં આવ્યાં હતાં.
એન.ડિવિઝનના એડિશનલ ડીસીપી, એન્ડ્ર્યુઝ મેકવાને જણાવ્યું કે, ફરિયાદીએ કહ્યું કે વિવેક શાહ સામે હતો તેના હાથમાં બંદુક હતી પરંતુ તે ફરિયાદીને જોઇને નાસી ગયો છે. ત્યાં કોઇ ફાયરિંગ થયું નથી.
ફરિયાદી રાહુલ સોનીનું કહેવું છે કે તેણે હિપોલીન પાઉડર કંપનીના ડિરેક્ટરો વિરુદ્ધમાં છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો હતો. તેની અદાવતમાં આરોપીઓ બંદુક લઇને તેના ઘરે પહોચ્યા હતાં. ત્રણ આરોપીઓ વર્ના કારમાં આવ્યાં હતાં અને મને જોતા જ કાંઇ પણ બોલ્યા વગર જ બંદુક મુકીને જતા રહ્યાં હતા.
હાલ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. અંગત અદાવતમાં સમગ્ર ઘટના બની હોય તેવું હાલ પોલીસનું પ્રાથમિક તબ્બકે માનવું છે. હાલ સેટેલાઇટ પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જયારે સમગ્ર ઘટનાને લઈને ફરિયાદિના નિવેદનો મુજબ હાલ તો સફેદ કલરની ગાડી અને પોલીસને ફરિયાદીએ આપેલા ગાડીના નંબર મુજબ પોલીસે તપાસ શરુ કરી છે.