હિંમતનગર,તા.૩૧
ધો.૧ર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું સાબરકાંઠાનું પરિણામ ૪૬.૧પ ટકા આવ્યું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહમાં એ-૧ ગ્રેડમાં સાબરકાંઠાનો એક પણ વિદ્યાર્થી સફળ રહ્યો નથી.આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયના જણાવાયા મુજબ માર્ચ ર૦૧૮માં ધો.૧ર સામાન્ય પ્રવાહની શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં કુલ ૧૧,ર૦૭ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા અને તેમાંથી ૧૦,૯૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી ૬,૧પ૪ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.
કયા કેન્દ્રનું કેટલુ પરિણામ આવ્યું
હિંમતનગર ૪૮.૦૯ ટકા
ગાંભોઈ પ૪.૯૯
નિકોડા ૪૮.૭૧
ઈડર પ૩.૯૭
જાદર ૬૩.૦૪
બડોલી ૪૬.૦પ
ઉમેદગઢ ૪૬.૦૭
પ્રાંતિજ ૪પ.પપ
મજરા પ૬.૮ર
તલોદ ૩૯.૪ર
વિજયનગર પપ.૯૩
અંદ્રોખા પ૭.૭૯
ચિઠોડા ૪૯.પ૭
બિલડીયા પ૩.૩૧
વડાલી ૬૧.૮૬
લાંબાડીયા રર.૦૮