(એજન્સી) દમાસ્કસ,તા.૧૧
સીરિયાના દક્ષિણે આવેલ ૩ પ્રાંતોમાં અમેરિકા-રશિયા દ્વારા યુદ્ધવિરામની જાહેરાત બાદ ઈઝરાયેલે આ યુદ્ધવિરામને તાબે થવાનો ઈન્કાર કરી રહ્યો છે કે તે તેના હિતોનું રક્ષણ કરશે. ઈઝરાયેલે તેની આઝાદીના કદમને અનામત રાખ્યા હતા. તે માટે કોઈ સમજૂતીનો ઈન્કાર કર્યો હતો. તેમ સેનાની બાબતોના મંત્રી એવીગડોર લિબરમેને રવિવારે જણાવ્યું હતું. ઈઝરાયેલે કબજે કરેલા ગોલન હાઈટ વિસ્તારમાં સીરિયાના ત્રણ પ્રાંતોમાં યુદ્ધવિરામ ઘોષણા બાદ આ વિસ્તારને સંઘર્ષમુક્ત ઝોન જાહેર કરાયો હતો. રવિવારે આ ખેંચતાણ શરૂ થઈ હતી. ત્યારબાદ ત્રિપાંખિયો સંઘર્ષવિરામ જાહેર કરાયો હતો. લિબરમેને કહ્યું કે તેલ અવીવ આ સમજૂતીને નાબૂદ કરે છે. ઈઝરાયેલે સીરિયાના પ્રાંતો પર સંખ્યાબંધ હુમલા કરી નાગરિકો અને લશ્કરી મથકોને નિશાન બનાવ્યા હતા. ઘણા લોકો માને છે કે આતંકવાદીઓને ઈઝરાયેલનું પીઠબળ છે. તેથી તેઓ સીરિયા પર હુમલો કરે છે. વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ કહ્યું કે ઈઝરાયેલ સીરિયન યુદ્ધ વિરામનું બારીકાઈથી નિરીક્ષણ કરે છે. ઈઝરાયેલને ગોલન હાઈટમાં છૂપાયેલ ઈરાનિયન અને હિઝબુલ્લાહના ત્રાસવાદીઓનો ભય સંતાપે છે. ર૦૧૧થી સીરિયા વિદેશી સેનાના સહારે ચાલી રહ્યું છે. સીરિયાએ કહ્યું કે તે તકફીરી આતંકવાદીઓ સામે લડે છે. યુનોના મહામંત્રી એન્ટોનીએ ગુટેરસે ગયા મહિને ચિંતા વ્યક્ત કરી હતી કે ઈઝરાયેલના દળો સીરિયાના આતંકવાદીઓને મદદ કરે છે. સીરિયામાં ઘાયલ આતંકવાદીઓને ઈઝરાયેલ મેડિકલ સારવાર આપે છે. ઈઝરાયેલ દ્વારા સીરિયામાં લડતા જૂથોને શસ્ત્રો પૂરા પડાતા હોવાનો આરોપ પણ મૂકાયો હતો.