બોડેલી,તા.૧૧
ગત રાત્રે બોડેલી રેતી ભરી એક ટ્રક સુરત જવા નીકળી હતી. ત્યારે બોડેલી નસવાડી રોડ પર કોસીન્દ્ર દેસણ ગામના વળાંક પર બોડેલી તરફ આવતી એક ખાલી ટ્રક અને રેતી ભરેલી ટ્રક સામસામે ઘડાકાભર અથડાતા ઘર્ષણથી ડીઝલ ટાંકીમાં આગ ભભુકી ઉઠી હતી. આગે મોટુ સ્વરૂ ધારણ કરી લેતા બન્ને ટ્રકો આગની લપેટમાં આવી ગઈ હતી. બોડેલી તરફ આવતી ખાલી ટ્રકનો ચાલક રવિશંકર શ્રીદ્ધીનાથ પાલ (રહે.પરસિયા જિ.મીરઝાપુરા, ઉત્તરપ્રદેશ) ટ્રકના સ્ટેરીંગ પાસે ફસાઈ જતા રવિશંકર આગની લપેટમાં આવી ગયો હતો અને જીવતો જ બળી ભથ્થુ થઈ ગયો હતો. બોડેલી લાય બંબા સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. બોડેલી પોલીસે ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.