(એજન્સી) પુલવામાં,તા.૧૨
જમ્મુ કાશ્મીરના પુલવામાં અને અનંતનાગમાં મંગળવારે થયેલ બે અલગ અલગ આંતકી હુમલામાં સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે, ત્યાં જ ૧૨ અન્ય ઘાયલ છે. જાણકારી મુજબ આંતકીઓએ પ્રથમ હુમલો દક્ષિણ કાશ્મીરના પુલવામાં કર્યો જ્યાં કોર્ટ કોમ્પ્લેક્ષ પાસે બનેલી એક પોલીસ પોસ્ટ પર હુમલો કર્યો, ત્યાંજ બીજો હુમલો અનંતનાગમાં બપોરે ૩ વાગે આતંકીઓએ સીઆરપીએફના એક દળ પર ગ્રેનડ ફેંક્યો હતો.
દક્ષિણ કાશ્મીરના પુલવામાંમાં મંગળવારે આંતકીઓને હુમલાથી બે જવાન શહીદ થયા હતા. હાલમાં આંતકીઓને પકડવા માટે સેનાએ સઘન અભિયાન હાથ ધર્યું છે અને ચારે બાજુ ઘેરાબંધી કરાવી દીધી છે. મળેલી જાણકારી અનુસાર આંતકીઓએ પોલીસ ચોકી પર ગ્રેનડ ફેંક્યા બાદ ફાયરીંગ કરી હતી. ત્યાં ચોકીની બહાર હાજર રહેલ બે જવાન શહીદ થઈ ગયા. અને અન્ય જવાનોએ વળતો જવાબ પણ આપ્યો હતો. આશરે ૨૦ મિનિટ સુધી ફાયરિંગ ચાલી હતી. આંતકીઓએ જતા જતા બે શહીદ જવાનની બે અસાલ્ટ રાઇફલ સાથે પણ લઈ ગયા. હુમલામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. ત્યાંજ દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં આંતકીઓને ગ્રેનડ હુમલામાં ૧૦ સીઆરપીએફ કર્મીઓ સહિત ૧૧ જણા ઘાયલ થયા હતા. હુમલા બાદ આતંકીઓ ભાગી છૂટ્યા.