અમરેલી, તા.૧૩
અમરેલી સિવિલ હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ ખાનગી સંસ્થાને સોંપવા આગે આજે ગુજરાત જન ચેતના પાર્ટી દ્વારા ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપી સરકાર દ્વારા ફેર વિચારણા કરી આ ઠરાવ રદ કરવા સહિતની માંગ સાથેની રજૂઆત કરી હતી અને જો અંગે કોઈ વિચારણા નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશ ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાનગી સંસ્થાને સોંપાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો. અમરેલી જિલ્લાની ગરીબો માટેની એક માત્ર સરકારી હોસ્પિટલ ખાનગી સંસ્થાને સોંપવાના ઠરાવ તેમજ મેડિકલ કોલેજ ખાનગી સંસ્થાને સોંપવા અંગેના સરકારના આ નિર્ણય સામે અમરેલીની જનતા સહિત સામાજિક કાર્યકરો અને જાગૃત નાગરિકો સરકાર સામે જંગે ચડ્યા છે ગુજરાત જન ચેતના પાર્ટીના અધ્યક્ષ દિવ્યેશ ચાવડા અને પાર્ટીના કાર્યકરોએ આજે રોષ પૂર્ણ રેલી કાઢી ભાજપ કોંગ્રેસ સામે સૂત્રોચ્ચારો કર્યા હતા જેમાં ભાજપ કોંગ્રેસ ભાઈ ભાઈ સિવિલ આખી ખાઈ ખાઈ, મોદી જિસકા તાઉ હે વો સરકાર બિકાઉ હે, ભાજપ જીસ્કી અમી હે વો સરકાર નિકંમિ હે, જેવા નારા લગાવી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, બંધારણમાં પણ ગરીબ જનતાને આરોગ્ય તેમજ શિક્ષણ સેવા મફત આપવા હક આપ્યા છે ત્યારે આ ભાજપની સરકાર ઉદ્યોગપતિઓને હોસ્પિટલ સોંપી સેવાના નામ ઉપર વેપારીકરણ કરી રહ્યા છે હાલમાં ખાનગી હોસ્પિટલોના રાફડા ફાટ્યા છે ત્યારે ગરીબો માટેની એક માત્ર સરકારી હોસ્પિટલ સારવાર માટે હોઈ છે તે પણ સરકાર ખાનગી સંસ્થાને આપી દઈ ગરીબ પ્રજા સાથે અન્યાય કરી રહી છે. સરકારનો આ નિર્ણય ગેરબંધારણીય હોવાનું જણાવ્યું હતું સરકારે આ નિર્ણય બદલી જનતાના હિતમાં ફરી સરકાર પોતાના હસ્તગત રાખે તેમ જણાવ્યું હતું સાથે કોંગ્રેસ સામે પણ આકરા પ્રહારો કર્યા હતા જેમાં જણાવ્યું હતું કે, કેમ કોંગ્રેસ પ્રજાના હિતમાં સરકારના આ નિર્ણય સામે આંદોલનો કે વિરોધ નથી કરતી કારણ કે ભાજપ અને કોંગ્રેસ મળેલી છે જનચેતના પાર્ટીના અધ્યક્ષ દિવ્યેશ ચાવડાએ પણ જણાવ્યું હતું કે, સરકારે અમરેલીની જનતાનું શું હિત જોઈને ખાનગી સંસ્થાને સોંપી છે. આ બાબતે જનતાની સામે જીવરાજ મેહતા ચોકમાં જાહેરમાં ચર્ચા કરવા પણ પડકાર ફેંક્યો હતો અને અને છેલ્લે સરકાર આ બાબતે ખાનગી સંસ્થાને સોંપવા અંગેનો નિર્ણય રદ નહીં કરે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારેલ હતી અને સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આમરાંણત ઉપવાસ ઉપર ઉતરી જવાની અને કોર્ટના દ્વાર પણ ખખડવાની ચીમકી આપેલ છે.