Site icon Gujarat Today

આણંદ જિ.માં ૬ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય : ખંભાતમાં ભાજપ જીત્યું

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.ર૦
આણંદ જીલ્લાની આણંદ, સોજીત્રા, આંકલાવ, તારાપુર, ખંભાત, પેટલાદ, બોરસદ, ઉમરેઠ સહીત આઠ તાલુકા પંચાયતોની પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આજે ચુંટણી યોજાઈ હતી જેમા છ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે સત્તાજાળવી રાખવામાં સફળતા મેળવી છે. જયારે ઉમરેઠ તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસનાં ત્રણ બળવાખોરોની મદદથી કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. જયારે ખંભાત તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. આણંદ તાલુકા પંચાયતમાં આજે બપોરે ૧ર કલાકે મળેલી બેઠકમાં પ્રમુખ પદે કોંગ્રેસના ઠાકોરભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે રેશ્માનબેન રાજેસભાઈ સોઢા પરમારને બીન હરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યાં હતાં. ગઈકાલે ફોર્મ ભરવાની મુદત દરમીયાન તાલુકા પંચાયતમાં ભાજપ તરફથી કોઈ ઉમેદવારી પત્ર રજુ કરવામા નહીં આવતાં કોંગ્રેસના બંને ઉમેદવારોનો વીજય નીશ્ચીત થઈ ગયો હતો. તારાપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ માટે મંજુલાબેન મનુભાઈ પરમારે જયારે ભાજપ તરફથી કુસુમબા કરવીસીંહ ગોહીલે તેમજ ઉપપ્રમુખ પદ માટે કોંગ્રેસમાંથી ગજરાબેન દીપસંગ મકવાણા અને ભાજપમાંથી ઉદેસીહ પરમારે ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ આજે યોજાયેલી ચુંટણીમાં ભાજપના બે બળવાખોર સભ્યો ગેરહાજર રહેતા કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન મનુભાઈ પરમારનું પ્રમુખ પદે તેમજ ઉપપ્રમુખ પદે ઉદેસીહ ચંદુભાઈને આઠ મત જયારે ભાજપના ઉમેદવારોને છ મત મળતા ચુંટણી અધીકારીએ કોંગ્રેસના ઉમેદવારોને ચુંટાયેલા જાહેર કર્યાં હતા આમ કોંગ્રેેસે સત્તા જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી હતી જયારે સોજીત્રા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શંભુભાઈ સોલંકી પ્રમુખ પદે અને મીનાબેન કમલેશભાઈ ગોહેલ ઉપપ્રમુખ પદે બીન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં આમ કોંગ્રેસે સત્તા જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. જયારે પેટલાદ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે કોંગ્રેસના પુષ્પાબેન હર્ષદભાઈ પરમાર અને ઉપપ્રમુખ પદે ગોકળભાઈ મગનભાઈ ઠાકોર બીન હરીફ ચુંટાઈ આવ્યાં હતાં જયારે ખંભાત તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના જશોદાબેન મકવાણા અને ઉપપ્રમુખ પદે ભીખાભાઈ પટેલ બીનહરીફ ચુંટાઈ આવ્યાં હતાં જયારે આંકલાવ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે કોંગ્રેસના જયોત્સનાબેન નગીનભાઈ સોલંકી, અને ઉપપ્રમુખ પદે જગદીશભાઈ રાવજીભાઈ ઠાકોર બીન હરીફ ચુંટાયેલા જાહેર થયા હતા જયારે બોરસદ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે વીમડાબેન પ્રતાપસીહ સોલંકી, અને ઉપપ્રમુખ પદે શંકરભાઈ ખોડાભાઈ ઠાકોર બીન હરીફ ચુંટાયેલા જાહેર થયા હતા. જયારે ઉમરેઠ તાલુકા પંચાયતના કોંગ્રેસના ત્રણ સભ્યો અનીશાબીબી ફિરોજખાન પઠાણ,યાસ્મીનબાનું સમીઉલ્લા મલેક અને મધુબેન પરમારએ ક્રોસવોટીંગ કરી ભાજપને મત આપતા જયારે અપક્ષ ઉમેદવાર મહેન્દ્રભાઈ જોષીએ કોૅગ્રેસને મત આપતા કોંગ્રેસને ૯ જયારે ભાજપને ૧૧ મત મળતા પ્રમુખ પદે ભાજપના મધુબેન પરમાર અને ઉપપ્રમુખ પદે કનુભાઈ ચૌહાણ ચુંટાઈ આવતા ભાજપે ઉમરેઠ તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી આંચકી લેવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.

Exit mobile version