ભરૂચ, તા. રપ
તાજેતરમાં ભરૂચ તાલુકાના પગૂથણ ગામનો બનાવ ભાજપની “સબ કા સાથ”ના નામે ખેડૂતોનો સાથ, “સબ કા વિકાસના” નામે માનીતા ઉદ્યોગોનો વિકાસની નિતી ઉજાગર થઈ છે.
નર્મદા નિગમના માધ્યમથી જિલ્લામાં બનાવવામાં આવેલી કેનાલોનો મુખ્ય હેતુ સિંચાઈનું પાણી, પશુઘન માટેનું પીવાનું પાણી, અને શહેર અને ગામડાંએ પીવાના પાણીનો વિકલ્પ માટેનો હતો. ત્યારે આજે રાજ્યમાંથી ખેડૂતોનું નિકંદન કાઢી નાંખવાની અત્યંત જલદ ભાવના સાથે કામ કરતી સરકાર ખેડૂતોને પાણી ચોરની ઉપમા આપી રહી છે. ખેડૂતોના સિંચાઈના પાણી માટે બનેલી નહેરો ઉપર ખેડૂત પાણીના લઈ શકે માટે પોલીસ બંદોબસ્ત, ખેડૂતોને નોટિસો પાઠવી પાણી ન લેવા કાયદાની પ્રક્રીયામાં ગુંચવવા, નહેરોનું પાણી જ્યારે ખેડૂતને ખરેખર જરૂર હોય ત્યારે પાણી છોડવાનું બંધ કરી દેવાનું તેમજ ભરૂચ અને વાગરા તાલુકાના સિંચાઈ માટેના કમાન વિસ્તારને ડિ-કમાંન્ડ જાહેર કરી દેવો વગેરે જ્યારે બીજી તરફ ઉદ્યોગ પતિઓની ચાપલૂસી કરતી સરકાર નર્મદા નિગમની જમીનો કાયદાનું એસી તેસી કરી હેતુફેર ના થઈ શકે તેમ છતાં નર્મદા નિગમની કેનાલોની જમીનની લહાણી ઉદ્યોગોને કરાવે છે. આજે જે પાણીની વિકટ સ્થિતિ ઊભી થઈ છે. તેના માટે ખૂદ ભાજપ સરકાર જવાબદાર છે. પોતાની અનોખી ધાર્મિક ઓળખ ધરાવનાર નર્મદાને પાણી વિહોણી કરનાર ભાજપ સરકાર છે. લોકો સિંચાઈ પીવાના પાણી અને ઉદ્યોગોમાં પણ આજે જે પાણીની અછત વળતાય છે એના માટે ચિંતા કરવાને બદલે પોતાના મન કી બાત કરવાવાળા નર્મદાનું પાણી સાબરમતીમાં નાંખી “સી પ્લેઈન” ના તાયફા કરે છે. જેનો ભોગ આજે ભરૂચ જિલ્લાનો ખેડૂત બની રહ્યો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, “મન ની બાત” પાયમાલ થતા ખેડૂતને સંપૂર્ણ નાશ કરી નાખવાના હેતુ માટે જ છે.
આજે સમગ્ર જિલ્લાનો ખેડૂત સરકારની વિવિધ ખેડૂત વિરોધી નીતિ સામે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા વલખાં મારી રહ્યો છે. તેવા સમયે ભરૂચ તાલુકાના પગુથણ ગામ પાસેની અમ્લેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી ય્દ્ગહ્લઝ્રને પાણી લેવાની મંજૂરી નાયબ જનરલ મેનેજર, નર્મદા નિગમ ગાંધીનગર દ્વારા આપવામાં આવી જ્યારે બીજી તરફ જે ખેડૂતોના બાપ દાદાએ પોતાની મહામૂલી જમીન મામૂલી કિંમતે સરકારને આપી વારસદારો આર્થિક સદ્ધર બનશે ના સ્વપ્ન નિહાળી યોજનામાં સહકાર આપનારના વંશજને આજે એ કેનાલમાંથી પાણી લેવાની બંધી, સરકારની નજરમાંએ પાણી ચોર બીજી તરફ ઉદ્યોગોની દલાલીમાં આંધળા કંપનીને પાણી લેવાની મંજૂરી આપે.
સાથ સહુનો લેવાનો ખુરશી મળે એટલે વિકાસ પોતાનો અને પોતાનો માનીતાઓનો કરવાનો બાકીના માટે માત્ર વિનાશ. જે સ્પષ્ટ બન્યું છે. માટે ખેડૂત હિતરક્ષક દળ સદર બાબતને ખૂબ જ સંવેદનશીલ બની નિહાળી રહેલ છે. ટૂંક સમયમાં જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્ન મુદ્દે ખેડૂતોને સંગધિટ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે એમ એક યાદીમાં કોઓર્ડીનેટર યાકુબ ગુરૂજીએ જણાવ્યું છે.