(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૨૫
ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા દિલ્હી હાઈકમાન્ડે ૧ર શહેર અને જિલ્લા સમિતિના પ્રમુખોના નામની જાહેરાત કરી છે. હાલ અમદાવાદ શહેર સહિત અનેક શહેર અને જિલ્લામાં પ્રમુખોની જગ્યા ઈન્ચાર્જથી ચાલે છે. આથી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કોંગ્રેસ સંગઠનમાં ફેરફારની શરૂઆત કરી છે. જેના ભાગરૂપે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાહુલ ગાંધીએ શહેર-જિલ્લાના પ્રમુખોના નામોની મંજૂરી આપી છે. જેમાં અમદાવાદ શહેર પ્રમુખ ચેતન રાવલની જગ્યાએ શશિકાન્ત વી.પટેલની નિમણૂક કરી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ નવનિયુક્ત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અભિનંદન આપતા જણાવ્યું હતું કે, નવનિયુક્ત શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખે આગામી સંગઠનને વધુ મજબૂત કરવા માટે તેમની ફરજ બજાવશેે તેવો મને દૃઢ વિશ્વાસ છે.
નામ શહેર/જિલ્લો
પ્રવિણ જે.રાઠોડ ભાવનગર જિલ્લો
વિનુ એસ.ઠાકોર આણંદ જિલ્લો
પરિમલસિંહ એન.રાણા ભરૂચ જિલ્લો
મોતી ચૌધરી ડાંગ જિલ્લો
રાજેશ એમ.ઝાલા ખેડા જિલ્લો
હિતેશ એમ.વોરા રાજકોટ જિલ્લો
યશપાલસિંહ જી.ઠાકોર છોટાઉદેપુર જિલ્લો
નાથા બી.ઓડેદરા પોરબંદર જિલ્લો
ભીલા ડી.ગામીત તાપી જિલ્લો
શશિકાન્ત વી.પટેલ અમદાવાદ શહેર
ચિરાગ બ્રહ્મભટ્ટ નડિયાદ શહેર
પ્રશાંત સી.પટેલ વડોદરા શહેર