(એજન્સી) બોકારો/લોહરદગા,તા.૨૬
ઝારખંડના બોકારો અને લોહરદગા જિલ્લામાં વીજળી પડતા પાંચ લોકોના મોત નિપજ્યા હતા જયારે એક છોકરી ગંભીર રીતે દાઝી ગઇ હતી પોલીસે જણાવ્યું.
સોમવારે બોકારો જિલ્લા ખાતે અલકુશા ગામમાં વરસાદથી બચવા ઘરની અંદર બેઠેલા ચાર સગીર કિશોરો પર વીજળી પડતા તેમના મોત નિપજ્યા હતા. પીડિત કિશોરોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા.
જયારે બીજી એક ઘટનામાં ઝારા ગામમાં એક કિશોરી પર વીજળી પડતા તે ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને ગંભીર હાલતમાં બોકારો જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેના આખા શરીરનો ૬૫ ટકા ભાગ બળી ગયો હતો.
લોહરદગા જિલ્લા ખાતે એક ખેડૂત કામ કરીને પાછો ઘરે આવી રહ્યો હતો ત્યારે તેના પર વીજળી પડતા તેનું પણ મોટ નિપજ્યું હતું.