Site icon Gujarat Today

અમેરિકા : પૂર્વ એથ્લેટે કહ્યું તે કોઈને મોતને ઘાટ ઊતારવા જઈ રહ્યો છે અને તેણે પિતા તથા બે પુત્રોને અડફેટે લીધા

(એજન્સી) વોશિંગ્ટન, તા.ર૭
અમેરિકાના એક પૂર્વ એથ્લેટે ઈરાદાપૂર્વક હીટ એન્ડ રન અકસ્માત સર્જતા એક વ્યક્તિનું મોત થયું હતું અને તેના બે બાળકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જતા પહેલાં એથ્લેટે કહ્યું હતું કે તે કોઈની હત્યા કરવા જઈ રહ્યો છે. જો કે એથ્લેટના માતા-પિતાના જણાવ્યા મુજબ તેમનો પુત્ર માનસિક રીતે અસ્વસ્થ છે. પોલીસે જણાવ્યું હતું કે ફલોરિડાના ટામ્પામાં ૪ર વર્ષીય પેડ્રો આગુરબેરી અને તેમના બે પુત્રો ત્રણ વર્ષીય બેનેટ અને આઠ વર્ષીય લુકાલ રોડની સાઈડ પર સાયકલ ચલાવવાની મજા માણી રહ્યા હતા ત્યારે પૂર્વ ટ્રેક સ્ટાર અને અમેરિકા ઓલિમ્પિક ટ્રાયલ કવોલિફાયર મીકેઝ મોર્સ (ઉ.૩૦)એ ઈરાદાપૂર્વક પોતાના વાહન દ્વારા આ પિતા-પુત્રોને અડફેટે લીધા હતા. જેથી પિતાનું મોત નિપજ્યું હતું જ્યારે તેમના બે પુત્રોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે આ એથ્લેટની ધરપકડ કરી તેની સામે ફર્સ્ટ ડિગ્રી હત્યાનો કેસ દાખલ કર્યો હતો. ફર્સ્ટ ડિગ્રી હત્યામાં આરોપીને પેરોલ વિના મોતની સજા અથવા આજીવન કેદની સજા થાય છે.

Exit mobile version