Site icon Gujarat Today

માંગરોળ તાલુકામાં આટર્‌સ-કોમર્સ અને સાયન્સ કોલેજો કાર્યરત થઈ

(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૨૭
માંગરોળ તાલુકામાં આ વિસ્તારના ધારાસભ્ય અને વનમંત્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસોને પગલે સરકારી આર્ટ્‌સ, કોમર્સ અને સાયન્સ કોલેજો કાર્યરત થઈ છે. માત્ર કોલેજો જ કાર્યરત કરાઈ છે એમ નથી પરંતુ કોલેજોની સાથે વિદ્યાર્થીઓને રહેવા માટે ૪૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી હોસ્ટેલની ઈમારત પણ ઊભી થઈ ગઈ છે અને આવનારા સમયમાં વિદ્યાર્થિનીઓ માટેની હોસ્ટેલ પણ ઊભી કરાશે. આ માટે ગ્રાન્ટની ફાળવણી પણ થઈ ચૂકી છે. કોલેજોની ઈમારતો પણ ઊભી થઈ ગઈ છે. આ કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોણા બે કરોડના ખર્ચે વિશાળ અન અદ્યતન સુવિધા ધરાવતું સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ઊભું કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

Exit mobile version