વેરાવળ તા.૨૭
ગીર સોમનાથની મુખ્ય હોસ્પિટલ વેરાવળ સીવીલ હોસ્પિટલમાં ગેર વહીવટ અને જીલ્લાના લોકોને પડતી મુશ્કેલી સામે આવતા વેરાવળના સામાજીક કાર્યકર ઈમરાન યુસુફ પંજા માહિતી અધિ નિયમ મુજબ માહિતી માંગતા હોસ્પિટલ વિભાગમાં દોડધામ મચી જવા પામેલ છે.
ગીર સોમનાથની મુખ્ય હોસ્પિટલ વેરાવળ સીવીલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ આપી હોસ્પિટલમાં કામગીરી કરવામાં આવતી હોય અને આ કામગીરીમાં સંતોષ કારક કામગીરી નહી થતા વેરાવળના સામાજીક કાર્યકર ઈમરાન યુસુફ પંજા દ્વારા ૧૧ પ્રશ્ર્નોની માહિતી માંગવામાં આવેલ છે. જેમાં (૧) સરકારી હોસ્પિટલમાં કુલ કર્મચારી કેટલા અને તેમના નામ, ઉમર સર્વીસ બુકની ખરી નકલ આપવી. (૨) નોકરીમાં જોઈન્ટ થયા તેની શરતની નકલ. શરતો મુજબ કામગીરી થાયછે કે કેમ, તેના માટે સર્ટી. આપવામાં આવે છે કેમ. (૩) ક્યાં વિભાગમાં કેટલા કર્મચારી નોકરી કરે છે તેની કામગીરી સંતોષકારક છે કે કેમ જે તે વિભાગના હેડ તથા તે વિભાગના વડા ડોકટરની સહી લેવામાં આવે છે કે કેમ. (૪) કેટલા કર્મચારી ફરજ ઉપર આવે છે તેના પ્રેઝન્ટર રજીસ્ટરની ખરી નકલ. (૫) વોર્ડ બોયની કામગીરી શું તેનો સ્પષ્ટ ખુલાસો કરવા. (૬) ઓફીસમાં કેટલા ક્લાર્ક આવેલા છે તે તમામના નામ, ઉમર અને શૈક્ષણિક લાયકાતની માહિતી આપવી. (૭) આ દરેક કર્મચારીઓને સરકાર દ્વારા તેવોના હોદા મુજબ કેટલુ પગાર મળવા પાત્ર છે. (૮) આ સરકારી હોસ્પિટલમાં કેટલી એજન્સીઓના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ તે તમામનુ નામ આપવા.આ એજન્સીઓને કઈ કઈ બાબતના કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે અને તે એજન્સી દ્વારા કેટલા કર્મચારી /માણસો રાખવામાં આવેલ અને આ માણસો સરકાર દ્વારા કેટલુ પગાર ચુકવવામાં આવે છે. (૯)આ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવા માટે સરકાર દ્વારા કર્મચારી રાખવા માટે શૈક્ષણિક યોગ્યતા શું નક્કી કરવામાં આવેલ છે. (૧૦) સરકાર દ્વારા નક્કી કરેલ શૈક્ષણિક યોગ્યતા ધરાવતા કેટલા કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે. કોન્ટ્રેક્ટ દ્વારા રાખવામાં આવેલ તમામ કર્મચારીઓની શૈક્ષણિક યોગ્યતાની ખરી નકલ આપવી. (૧૧) સરકાર દ્વારા આ હોસ્પિટલ માટે કુલ કેટલા કર્મચારીઓ હોવા જોઈએ અને હાલ કેટલા છે હાલ કોઈ જગ્યા ખાલી પડેલ છે કેમ તેની માહિતી આપવા જણાવેલ છે. આમ સામાજીક કાર્યકર ઈમરાન યુસુફ પંજા દ્વારા માંગવામાં આવેલ માહિતી હોસ્પિટલ દ્વારા આપવામાં આવે તો હોસ્પિટલની સાચી વાસ્તવિકતા જાણવા મળશે.