(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૭
છોકરાઓ ઉપાડી જવાની ટોળકી ગુજરાતમાં ઉતરી આવી છે. તેવી અફવાએ સોશિયલ મીડિયામાં ભારે વેગ પકડ્યો છે. ત્યારે ઘણો ઠેકાણે ભિખારીઓ, ફેરિયા કે અજાણ્યા નિર્દોષ રાહદારીઓ પણ કુટાઈ ગયા છે. તેમાં પણ અમદાવાદમાં એક ભિખારી મહિલાએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે થાનમાં આ માનસિકતાનો ભોગ એક યુવક બન્યો છે.
આવા જ એક ભાન ભૂલેલા ટોળાએ સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં એક યુવકને જાહેરમાં માર માર્યો હતો. આ યુવકને નાના બાળકો કેમ ઉપાડે છે ? તેમ કહી ને તેની પર હુમલો કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના થાનની શાળા નં.૪ પાસે આવેલી સવડ સોસાયટી ખાતે ઘટના ઘટી હતી. જેની પોલીસ તપાસનો ધમાધર શરૂ થયો છે. આમ સોશિયલ મીડિયામા બાળકોને ઉપાડી જતી આફવાથી વધુ એક નિર્દોષ યુવાનને સુરેન્દ્રનગર જિલ્લાના થાન માઢોર માર માર્યો હતો.