Site icon Gujarat Today

યોગીનું કામ મંદિરમાં ઘંટ વગાડવાનું અને પૂજા કરવાનું છે : શરદ યાદવ

(એજન્સી) બારાબંકી, તા.ર૭
જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવે સીએમ યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા છે. રામ મંદિર મુદ્દે વિફરેલા શરદ યાદવે સીએમ યોગી મુદ્દે મંગળવારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. શરદ યાદવે કહ્યું છે કે, યોગીનું કામ મંદિરમાં ઘંટ વગાડવાનું છે. બંધારણ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી. તેમનું કામ મંદિર જવાનું, પૂજાપાઠ કરવાનું અને ઘંટ વગાડવાનું છે. અમારે મંદિર સાથે કોઈ લેવા-દેવા નથી. અમે જીવતા લોકોને પૂજીએ છીએ. બંધારણમાં આ વાતોનો કોઈ અર્થ નથી. લોકતાંત્રિક જનતા દળ (એલજેડી) નામનો નવો પક્ષ રચનાર શરદ યાદવે ભાજપ સરકાર પર ખૂબ જ પ્રહારો કર્યા. ભાજપા ગત ચાર વર્ષમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે કહ્યું કે આ લોકો માટે જૂઠાણાની ખેતી કરે છે અને લોકો સાથે વિશ્વાસઘાત કરે છે. શરદ યાદવે રામ મંદિર મુદ્દા પર પણ ભાજપને ઘેરી લીધી હતી. શરદ યાદવ બારાબંકી જિલ્લામાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આવ્યા હતા. શરદ યાદવે ર૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મહાગઠબંધનની જીતનો દાવો કર્યો. શરદ યાદવે કહ્યું કે ર૦૧૯માં મહાગઠબંધનની જ સરકાર બનશે. જો કે, તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે મહાગઠબંધનનો ચહેરો કોણ હશે. પરંતુ તેમણે એવું કહ્યું કે તે દરેકનો પહેલો હેતુ ભાજપને હરાવીને દેશના બંધારણને બચાવવાનો છે.

Exit mobile version