Site icon Gujarat Today

ડીસા : શાળાથી ઘરે જતી ત્રણ છાત્રાને જીપે કચડી, એકનું મોત

(સંવાદદાતા દ્વારા) ડીસા, તા.ર૭
ડીસા તાલુકાના જોરાપુરા ગામની સરકારી માધ્યમિક શાળા છૂટયા બાદ વિદ્યાર્થિનીઓ ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન પુર ઝડપે જઈ રહેલા જીપ ચાલકે પાછળથી વિદ્યાર્થિનીઓને અડફેટે લેતા ત્રણ વિદ્યાર્થિનીઓ ગંભીર હદે ઘવાઈ હતી હતી. બાદમાં વિદ્યાર્થિનીઓને સારવાર અર્થે ડીસા સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થિનીનું મોત નીપજયું હતું.
ડીસાના જોરાપુરાની સરકારી માધ્યમિક શાળા છૂટયા બાદ વિદ્યાર્થિનીઓ ઘર તરફ જઈ રહી હતી. આ દરમિયાન જોરાપુરા સરકારી માધ્યમિક શાળા નજીક આવેલા નવ ભારત કોલ્ડ સ્ટોરેજ આગળ જ એક વિદ્યાર્થિની ગાડી નં.ય્દ્ઘ ૨ છ ૬૭૯૯ના ચાલકે બેફામ ગાડી હંકારી હતી. બીજી તરફ ઘર તરફ જઈ રહેલી અને રોડના સાઈડના ભાગમાં ચાલતી ૫રમાર અંજલીબેન ગીરધારજી, પરમાર શીતલબેન શ્રવણજી, એન.પરમાર, હેતલબેન સાલજીજીને અડફેટે લીધી હતી. બનાવના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જોકે અકસ્માત સર્જી ગાડીનો ચાલક તેની ગાડી આખોલ ચાર રસ્તા પર મૂકી નાસી છૂટ્યો હતો.
ઘાયલ વિદ્યાર્થિનીઓને સારવાર માટે ડીસા સિવિલમાં ખસેડવામાં આવી હતી. બીજી તરફ અકસ્માતની જાણ થતા પરિવારજનો, સ્કૂલના શિક્ષકો તથા ગ્રામજનો દવાખાને દોડી આવ્યા હતા. જો કે ગંભીર ઇજા હોવાના કારણે વિદ્યાર્થિનીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ પરમાર અંજલીબેન ગીરધારજીને ગંભીર ઇજા પહોંચી હોવાથી વધુ સારવાર અર્થે મહેસાણા ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

Exit mobile version