(એજન્સી) કાનપુર, તા.૩
કાનપુરમાં ચાર નાના બાળકો પર એક બાળકી પર સામૂહિક દુષ્કર્મ કરવાનાં આરોપમાં એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપી બાળકોની ઉંમર ૬-૧૦ વર્ષની વચ્ચે છે. ગામની પંચાયતમાં આરોપી બાળકોએ પોતાનો ગુનો કબુલી લીધો છે. આ ઘટના બાદ પોલીસ અધિકારીઓ પણ વિમાસણમાં પડ્યા હતા. સાથે રહેલા મનોવૈજ્ઞાનિકો પણ બે ઘડી વિચારતા થઇ ગયા હતા. આ ઘટના કાનપુરનાં મહારાજપુરીમાં બની છે. આ એક ખેડૂતની ચાર વર્ષની પુત્રી ઘરની બહાર રમી રહી હતી. ત્યારે તેનાં પાડોશમાં રહેતા છથી દસ વર્ષની આયુના ચાર બાળકોએ તેને રમવાના બહાને પાસના એક ખાલી પ્લોટમાં લઇ ગયા હતા અને તેની સાથે સામુહિક રીતે અશ્લીલતા કરી હતી. આ બાળકો પોતાના ઘરેથી કોઇ મોટા વ્યિક્તનો મોબાઇલ ફોન ચોરીને લાવ્યા હતા જેમાં પોર્ન ફિલ્મ અપલોડ હતી. આ ફિલ્મ જોઇને તેની નકલ કરતા અબોધ બાળકી સાથે અપ્રાકૃતિક સેક્સ કરવામાં આવ્યું. આ ઘટના બાદ બાળકી પોતાના ઘરે પહોંચી ગઇ હતી, જો કે તેના નાજુક અંગોમાંથી લોહી વહી રહ્યું હતું. ખેડૂત દંપત્તીને લાગ્યું કે રમત રમતમાં તે ક્યાંય પડી હશે અને તેનાં પેટમાં ઘા વાગ્યો હશે. તેઓ તેને લઇને હોસ્પિટલ ગયા હતા. દવાથી થોડો આરામ મળ્યા બાદ આ બાળકીએ પોતાનાં માતા-પિતાને જે જણાવ્યું તે સાંભળીને તેના માતા -પિતા અને ડોક્ટર્સનાં પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.