નોટિંગહામ, તા.૧૭
એલ્ગર, અમલા અને ડુપ્લેસીસની શાનદાર બેટિંગ બાદ બોલરોની ઘાતક બોલિંગની મદદથી અત્રે રમાયેલી બીજી ટેસ્ટમાં ઈગ્લેન્ડને ૩૪૦ રને કારમો પરાજય આપી દ.આફ્રિકાએ ચાર મેચોની સિરીઝ ૧-૧થી સરભર કરી છે.
૪૭૪ રનના લક્ષ્યાક સામે ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં ૪૪.ર ઓવરમાં ફક્ત ૧૩૩ રનમાં સમેટાઈ ગઈ. દ.આફ્રિકા માટે ફીલાન્ડર અને મહારાજે ત્રણ-ત્રણ જ્યારે ઓલીવીયર અને મોરિસે બે-બે વિકેટ ઝડપી. દ.આફ્રિકાના પ્રથમ ઈનિંગમાં ૩૩પ રનના જવાબમાં ઈંગ્લેન્ડ પ્રથમ ઈનિંગમાં ર૦પ રનમાં ઓલઆઉટ થયું હતું. દ.આફ્રિકાએ પોતાની બીજી ઈનિંગ નવ વિકેટે ૩૪૩ રન બનાવી ડીકલેર કરી હતી.