(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૬
અંકલેશ્વરના દઢાલ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં રસાયણ વાળું પાણી ભળી જતાં અસંખ્ય માછલાં સહિત જળચરોના મોત થતાં દોડધામ મચી હતી. જીપીસીબી દ્વારા સ્થળ ઉપર દોડી જઈ પાણીના નમૂના તથા મૃત માછલીને એફએસએલ અને મત્સ્ય વિભાગમાં તપાસ અર્થે મોકલી આપી હતી. અંકલેશ્વર ઝગડિયા રોડ પર આવેલી અમરાવતી નદીમાં દઢાલ નજીક રાસાયણિક પાણીને લઇને અસંખ્ય માછલાં મૃત હાલતમાં બહાર જળ સપાટી પર તળતા જોવા મળ્યા હતા. અમરાવતી નદીમાં લાલ રંગના પ્રદૂષિત પાણીને લઇ નદી લાલ નદીમાં પરિવર્તી થયેલી જોવા મળી હતી. આ અંગે સ્થાનિક ગ્રામજનો દ્વારા જીપીસીબીને જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જીપીસીબીની ટીમે તપાસ કરતાં વરસાદી પાણી સાથે છોડવામાં આવેલા રાસાયણિક કંટામિનોટેટ પાણી નજરે પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે પ્રતિવર્ષ અમરાવતી નદીમાં પ્રદુષિત પાણીને લઇ હજારો માછલાંના મોત નિપજતા હોય છે અને તે પણ ચોમાસા દરમિયાન ઘટના બનતી હોય છે. વાલિયા અડીને આવતી અમરાવતી નદી માંડવા નૌગામા વચ્ચે નર્મદા નદીમાં ભળતી હોય છે. ત્યારે પ્રદૂષિત પાણીને લઇ નર્મદા નદી પણ દૂષિત થવાનો ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત ૧૦ જેટલા ગામો ભૂગર્ભજળને પણ નુકસાન થવાની ભીતિ સાથે ગ્રામજનો અને ખેડૂતો આક્રોશ ફેલાયો છે.
અંકલેશ્વર અમરાવતી ખાડીમાં માછલાનાં મોતનું રહસ્ય ખુલ્યું
અંક્લેશ્વર તાલુકાના દઢાલ ગામેથી પસાર થતી અમરાવતી ખાડીમાં ગુરૂવારનાં રોજ પ્રદુષીત રંગીન પાણી ભળતાં અસંખ્ય માછલાનાં નીપજ્યા હતાં બનાવની જાણ અંક્લેશ્વર જીપીસીબીને કરતાં જીપીસીબીની ટીમે રંગીન પ્રદૂષીત પાણીનાં નમુના લઈ ફોરેન્સિક લેબને તપાસ માટે મોકલી આપ્યાં હતાં ગણતરીના કલાકોમાં જ રિપોર્ટ આવી જતાં રિપોર્ટ પરથી આ પ્રદુષીત રંગીન પાણી વટારિયા સ્થિત ગણેશ સુગર ફેક્ટ્રીનું હોવાનુ ખુલ્લુ હતું.