Site icon Gujarat Today

બે માસના સિંહબાળનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ

(સંવાદદાતા દ્વારા)ઉના, તા.રર
ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામ જંગલ બોર્ડરથી તદ્દન નજીક આવેલ ગામ હોવાથી સિંહ સહીત હોય તેમાંય ખિલાવડ ગામની સીમ સિંહનું રહેઠાણ હોય અને ગઇકાલે સમી સાંજના સમયે ખિલાવડ ગામના રેવન્યુ વિસ્તારમાં આવેલ એક વાડીમા પ્લાસ્ટીકની બેગમાંથી બે માસના સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી જશાધાર રેન્જના એ.સી.એફ.એમ.જે. પરમાર આરએફઓ પંડ્યાને મળતા વનવિભાગના કાફલા સાથે ઘટના સ્થળે પહોચી જઇ વાડીમા તપાસ કરતા સિંહબાળનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામ નજીક જંગલ બોર્ડરથી તદ્દન નજીક રેવન્યુ વિસ્તારમાં અરજણભાઇ ગભાભાઇ બારૈયાની વાડીમાં એક પ્લાસ્ટીકની બેગમાં સિંહબાળનો મૃતદેહ પડ્યો હોવાની બાતમી વનવિભાગના અધિકારીને મળતા જશાધાર રેન્જ ઓફીસનો સ્ટાફ કાફલા સાથે ઘટના સ્થળે પહોચી ગયેલ અને વાડીમાં તપાસ કરતા પ્લાસ્ટીકની બેગ મળી આવેલ અને બેગ ખોલતા સિંહબાળનો મૃતદેહ મળી આવતા તાત્કાલીક વનવિભાગે વાડી માલિકની શોધખોળ શરૂ કરેલ પરંતુ વાડી માલીક તેમના ઘરેથી ગાયબ થઈ જતા વનવિભાગે સિંહબાળનો મૃતદેહ સ્થળ પરથી મળી આવેલ તે સ્થળ પર વનવિભાગ સ્ટાફને ગોઠવી આવેલ અને એફએસએલને જાણ કરતા સવારે એફએસએલની ટીમ પણ તપાસ અર્થે આવ્યા બાદ સિંહબાળના મૃતદેહને જશાધાર એનીમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે ખસેડવામા આવેલ.
બીજી તરફ વનવિભાગે સિંહબાળનુ નિરક્ષણ કરતા સિંહબાળના માથા પર તેમજ મોઢાના ભાગે બોથડ પદાર્થનો ઘા તેના માથાના ભાગે કોઇ હથિયારનો ઘા મારી હત્યા નિપજાવામાં આવેલ છે. અને હત્યા કર્યા બાદ પ્લાસ્ટીકની બેગમા મૃતદેહ વાડીમાં રાખવામાં આવેલ હતો. હાલ વાડી માલીક અરજણભાઇ ગભાભાઇ ચૌહાણના ઘરે વનવિભાગ દ્વારા તપાસ કરતા તે મળી આવેલ ન હતો ત્યારે વનવિભાગ દ્વારા સિંહબાળની હત્યાના મૂળ સુધી પહોચવા વિવિધ દિશામા તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે.

Exit mobile version