(એજન્સી) લોસએન્જલસ, તા.ર૮
એડલ્ટ ફિલ્મ એકટર સ્ટોર્મી ડેનિયલના વકીલે દાવો કર્યો છે કે, ડોનાલ્ડ ટ્રમ્પે ત્રણ જેટલી મહિલાઓને તેમની સાથેના સંબંધો અંગે ચૂપ રહેવા માટે નાણાંની ચૂકવણી કરી હતી. અમેરિકાના લોકો સાથે ટ્રમ્પના પૂર્વ અંગત એટર્નીએ કહ્યું કે, માઈકલ કોહેન અને ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦૦ ટકા ચોખ્ખા રહેવાનો સમય છે. પૂર્વ એટર્ની માઈકલ એવન્ટીએ કહ્યું કે બધા જ પ્રકારના દસ્તાવેજો હવે તેમના જૂઠને બચાવી નહીં શકે. તેમણે કહ્યું કે, ત્રણ મહિલાઓને ચૂપ રહેવા નાણાં અપાયા હતા. ડેનિયલ્સે કહ્યું કે, ટ્રમ્પે ર૦૦૬માં તેમની સાથે આ બાબતે જાહેરમાં ચર્ચા નહીં કરવાની કે આ વાત બહાર નહીં પાડવાની સંમતિ થઈ હતી. ટ્રમ્પના એટર્ની કોહને રાષ્ટ્રપતિની ચૂંટણી પૂર્વે ચૂપ રહેવા માટે એક દિવસ પહેલાં ૧ લાખ ૩૦ હજાર ડોલર ચૂકવ્યા હતા. કોહન અને ટ્રમ્પ વચ્ચે આ મુદ્દે થયેલી વાતચીત બહાર આવી છે.