(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
બારડોલી તાલુકાના નોગામા તથા બારડોલી વણદા ગામની સીમમાં વાહન અકસ્માતના બનેલા બે બનાવોમાં બે વ્યક્તિના કરૂણ મોત નીપજ્યા હોવાનો બનાવ બારડોલી પોલીસ મથકે નોધાતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બારડોલી શાસ્શ્વત્રી રોડ પર રહેતાં જીગ્નેશ અર્જુનભાઈ પટેલે નોધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફોક્સ વેગન કાર નં.જીજે-૨૧-સીએ-૧૦૦૦ના ચાલક નોગામા ગામની સીમમાંથી પસાર થતો હતો. ત્યારે એક મોટર સાયકલ ચાલક નલીનભાઈ જશવંતભાઈ પટેલને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોચાડી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. જ્યારે બીજા એક વાહન અકસ્માત બનાવની વિગતો જોતાં. બારડોલી વણદા ગામની સીમમાંથી પસાર થતા એક કાર ચાલકે જીજે-૧૯-એએલ-૮૦૧૬ એક મોટર સાયકલ સવાર જીતેન્દ્રભાઈને ટક્કર મારી મોત નીપજાવી ફરાર થઈ ગયા હતા. જીતેન્દ્રભાઈ રાજપીપળા ખાતે તેમના સગા સંબંધીના મૃત્યુ પ્રસંગે બેસવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત થતા વાહન અકસ્માત થયો હતો. બારડોલી પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.