ભૂજ,તા.૧
ભારત સરકારના ચેરમેન શ્રી મનહર ઝાલા ગુજરાતના પ્રવાસે આવેલ છે. તેઓ કચ્છના બે દિવસના પ્રવાસે આવેલ છે. જેમાં પ્રથમ દિવસે ભૂજમાં ૪ર જેટલા સફાઈ કામદારોને કાયમી કરવાનો હુકમ એનાયત કર્યો હતો.
ત્યારબાદ અત્રેની કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં તેમણે એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમાં જણાવેલ કે સફાઈ કામદારોના હિતમાં મુખ્યમંત્રીએ હાલમાં જ અમુક નિર્ણયો જાહેર કરેલ છે તે બદલ તેમનો આભાર વ્યકત કર્યો હતો. ગુજરાતમાં પ્રથમવાર સફાઈ કામદારોને કાયમી કરવાનો નિર્ણય કરેલ છે. મહેકમના પણ જગ્યાઓની ભરતી કરવાનો નિર્ણય કરેલ છે. ભૂજ ઉપરાંત ભચાઉમાં ૯ અને રાપરમાં ૧પ જણને કાયમી કરેલ છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા સફાઈ કામદારોના વારસોને નોકરી આપવા સશક્ત કામ ન કરી શકે તેવા કામદારો સ્વૈચ્છિક નિવૃત્તિ લેતો તેના વારસદારને નોકરીમાં રાખવા વગેરે નિર્ણયો જાહેર કર્યા હોવાનું જણાવ્યું હતું. તેમણે પોરબંદર, રાણાવાવ વગેરે સ્થળે પણ સફાઈ કામદારોને કાયમી કર્યા હોવાનું ઉમેર્યું હતું. આ પત્રકાર પરિષદમાં ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્ય, ભૂજ નગરપાલિકા મેયર શ્રીમતી લતાબેન સોલંકી, નાયબ માહિતી નિયામક વી.બી.ઝાલા, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ હાજર રહ્યા હતા.