બર્મિંઘમ,તા.૨
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસના અંતે યજમાન ટીમનો સ્કોર ૯ વિકેટના નુકસાન પર ૨૮૫ રન છે. ભારત તરફથી સ્પિનર અશ્વિને સૌથી વધુ ૪ વિકેટ લીધી હતી. જેની સાથે તેણે કમાલનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. એશિયાની બહાર અન્ય કોઈ દેશમાં થયેલી ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચના પહેલા દિવસે મેચમાં સૌથી વધારે વિકેટ લેનારા સ્પિનરની યાદીમાં અશ્વિન ચોથા નંબરે આવી ગયો છે.
૧૯૭૬માં ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય સ્પિનર ભગવત ચંદ્રશેખરે ૩૦ ઓવરમાં ૯૪ રન આપી ૬ વિકેટ લીધી હતી.
૧૯૭૭માં ઓસ્ટ્રેલિયા સામે થયેલી ટેસ્ટ સીરિઝના મેચના પ્રથમ દિવસે બિશનસિંહ બેદીએ ૫૫ રનમાં ૫ વિકેટ ખેરવી હતી. ૨૦૦૭માં ઓસ્ટ્રેલિયા સામે અનિલ કુંબલેએ ૮૪ રન આપી ૫ વિકેટ ઝડપી હતી.