વાગરા, તા. ૭
દહેજ મરીન પો.સ્ટેમાં જાગેશ્વર ગામે આવેલ મીઠી તલાઇ આશ્રમના નાના મહારાજ દયાનંદ સ્વામીના હત્યાના આરોપીને ભરૂચ એલ.સી.બી એ ઝડપી પાડી હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ગત તારીખ ૩૧/૦૭/૨૦૧૮ના રોજ દહેજ મરીન પો.સ્ટે.માં મીઠી તલાઇ આશ્રમના નાના મહારાજ દયાનંદ સ્વામીની લાશ તેઓના આશ્રમના રૂમમાં આવેલ પલંગના ખાનામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવેલ આ હત્યા બાબતે ફરિયાદી સુરેશ મગનભાઇએ હેમંત શર્મા તથા જયશ્રી ઉર્ફે રાધિકા ઉપર શક હોવાનું જણાવી તેઓ વિરુધ્ધ દહેજ મરીન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
પોલીસને આ બંનેની જોડી મૂળ મધ્યપ્રદેશના તથા હાલ ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રહેતા હોવાની જાણ થતા એલ.સી.બી.ના પો.સ.ઇ કે.જે.ધડુક તથા ટીમને તાત્કાલિક વારાણસી ખાતે રવાના કરવામાં આવી હતી.જ્યાં વારાણસી પોલીસની મદદથી અસ્સીઘાટ નામના અંતરીયાળ વિસ્તારમાં તપાસ કરતા ઉપરોક્ત બંને ઈસમો વિરેન્દ્દભાઈ ઉર્ફે હેમંત રવિશંકર શર્મા જાતે પંડીત (બ્રામણ) રહેવાસી-ગામ પીપરીયા, (એમ.પી.), હાલ રહે- બનારસને ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓ થોડા દિવસ પહેલા ગુરૂ પૂર્ણિમા નિમિતે ગુજરાત આવી મરનાર દયાનંદ બ્રહ્મચારીના આશ્રમમાં રોકાયા હતા અને તા.૨૯/૦૭/૨૦૧૮ ના રાતના આશરે નવેક વાગ્યે નાના મહારાજે વિરેંદ્રને દુકાને થી ધાણા-જીરૂ લઈ આવવા અને જતા સમયે મંદીરનો ગેટ તથા આશ્રમના દરવાજાઓ ચેક કરી બંધ કરીને જવા જણાવ્યુ હતું.દરમિયાન વિરેંદ્ર દુકાને જતા આશ્રમના રૂમમાં એકલતાનો લાભ લઈ મહારાજે વિરેંદ્રની પત્ની જયશ્રી ઉર્ફે રાધિકાની છેડતી કરી તેની સાથે બળજબરી કરતા આવેશમાં આવી જઈ રાધિકાએ નજીમાં પડેલ લાકડાનો ડંડો માથામાં મારી જીવલેણઇજા પોહચાડતા મહારાજનું મોત નીપજ્યું હતું.મૃતકનું લોહી જોઇ તેણી બેભાન થઈ ગયેલ ત્યારબાદ વિરેંદ્ર આવી પોહચતા તેણે આ દ્રશ્ય જોઈ લાશને ત્યાં પડેલ કમ્બલમાં વિંટાળી પલંગના ખાનામાં નાખી નાસી ગયેલાની કબુલાત કરતા તેઓ બન્નેને કાયદેસરની કાર્યવાહી માટે અટકાયતમાં લઈ દહેજ મરીન પોલીસને વધુ તપાસ અર્થે સોંપવામાં આવ્યા હતાં.